થરામાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓના કારણે રીક્ષા પલ્ટી ખાતાં મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર ખાડા પડતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો

 

કાંકરેજ થરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર ખાડા પડતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

થરા-ટોટાણા અને રૂણી સર્વિસ રોડ ઉપર ભયજનક હોવાના કારણે શુક્રવારે રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે, રીક્ષા ખાલી હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકોએ અવાર-નવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ થરા નેશનલ હાઇવેના ટોટાણા અને રૂણી સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડવાના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર ખાડા પડતાં વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદ સહીત અનેક નેતાઓ તેમજ તંત્રને અનેક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
જેને લઇ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સર્વિસ રોડ ઉપર શુક્રવારે એક રીક્ષા પલ્ટી ખાવાના કારણે રીક્ષાને નુકશાન પહોંચ્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!