બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં પૂર્વ આરોગ્ય અધિકારીને રેકર્ડ લેતાં અટકાવી કેમ્પસની બહાર મોકલી દેવાયા

Share

બનાસકાંઠા જીલ્લાના તત્કાલીન અધિકારી મનિષ ફેન્સી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં ખાતાકીય તપાસ ચાલુ છે. જેથી પરમિશન વગર જીલ્લા પંચાયત કચેરીમાં આવવાની મનાઈ હોવા છતાં તેઓ મંગળવારે જીલ્લા પંચાયતની આરોગ્ય કચેરીમાંથી ડી.ડી.ઓ.ના આદેશના પગલે તાત્કાલીક ગાર્ડ બોલાવી બહાર જવાની સુચના આપવા છતાં બહાર ન જતાં બીજા ગાર્ડ બોલાવી આરોગ્યની ચેમ્બરથી બહાર જવાનું કહેતા જીલ્લા પંચાયત કચેરીમાં સોપો પડી ગયો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડો. મનિષ ફેન્સી સામે બનાસકાંઠામાં કરેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆતો કરવામાં આવતાં ડો. મનિષ ફેન્સી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી બનાસકાંઠાના જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ કાગળોની ગુપ્તતા રહે તે માટે રોક લગાવાઈ હતી. દરમિયાન મંગળવારે સાંજે 5 વાગે આરોગ્ય વિભાગની કચેરી ખાતે આવીને સી.ડી.એચ.ઓ.ની ચેમ્બરમાં ગયા હતા.

[google_ad]

advt

આ અંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ જણાવ્યું હતું કે, ‘ડો. મનિષ ફેન્સીને મંગળવારે અમીરગઢ કોર્ટમાં તારીખ હોવાથી સોમવારે સાંજે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે રોકાયા હતા. જેથી આરોગ્ય વિભાગના કેટલાંક અધિકારી અને કર્મચારીઓ કેટલાંક અગત્યના કાગળો પણ આપવા માટે પહોંચ્યા હતા અને ગુપ્ત માહીતીઓ પણ આપી હતી. જે બાબતે જીલ્લા વિકાસ અધિકારીએ આવા મળવા ગયેલા લોકો સામે પણ તપાસ કરવામાં આવશે.’

 

From – Banaskantha Update


Share