ડીસાના રતનપુર નજીક ટેન્કર પલ્ટી ખાતાં ચાલકનો આબાદ બચાવ : ટેન્કર પલ્ટાતાં લોકો ઈંધણ લેવા પડાપડી કરી

Share

ડીસા તાલુકાના રતનપુર નજીક બુધવારે તેલ ભરેલું ટેન્કરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેન્કર રોડની સાઇડમાં ઉતરી જતાં પલ્ટી ખાતાં ટેન્કરમાં ભરેલ સોયાબીન તેલની નદીઓ વહેતી થઈ હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે બુધવારે ડીસા તાલુકાના રતનપુરા નજીક સોયાબીન તેલ ભરેલું ટેન્કરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેન્કર રોડની સાઇડમાં ઉતરી જતાં પલ્ટી ખાઈ ગયું હતું. ટેન્કર પલ્ટી ખાતાં ટેન્કરમાં ભરેલ લાખો રૂપિયાનું સોયાબીન તેલ નદીઓની જેમ વહેતું થયું હતું.

[google_ad]

આ ઘટના બનતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને આ તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. ભીલડી પોલીસને જાણ કરતાં ભીલડી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ આ ટેન્કર પલ્ટી ખાતાં ચાલકને નાની-મોટી ઇજાઓ થતાં ટેન્કર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

From – Banaskantha Update


Share