માઉન્ટ આબુમાં 11 kv વીજ લાઇન તૂટી પડતા બે બાઇક સવારો જીવતા સળગી ગયા

Share

માઉન્ટ આબુમાં 11 કે.વી. વીજ લાઇન પસાર થાય છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે અચાનક 11 કે.વી. વીજ લાઇન તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર થતી બાઇકને અડકતાં વીજ કરંટ અને પેટ્રોલના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

 

[google_ad]

જેમાં બે બાઇક સવારો જીવતા ભડભડ સળગી ઉઠતાં ભડથું થઇ ગયા હતા. આ ઘટનાની જાણ સી.આર.પી.એફ. તિરાહેને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, માઉન્ટ આબુમાં 11 કે.વી. વીજ લાઇન પસાર થાય છે. જેમાં અચાનક મંગળવારે મોડી રાત્રે 11 કે.વી. વીજ લાઇન તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર થતી બાઇકને અડકતાં વીજ કરંટ અને પેટ્રોલના કારણે અચાનક આગ લાગી હતી. જેમાં બે યુવકો ભડભડ સળગી ઉઠ્યા હતા. ત્યારે આગની જ્વાળાઓથી બે યુવકો ભડથું થઇ ગયા હતા.

 

[google_ad]

આ બનાવની જાણ માઉન્ટ આબુમાં સી.આર.પી.એફ. તિરાહેની થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણ સબ ડીવીઝનલ ઓફીસર અભિષેક સુરાનાને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે બે યુવકોના મોતના સમાચાર પરિવારજનોને થતાં કાલીમા પ્રસરી ગઇ હતી. આ બનાવથી માઉન્ટ આબુમાં શોકનો માહોલ છવાયો હતો. આ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share