ભાભરના મીઠા ગામમાં આકાશી વિજળી પડતાં એક પશુનું મોત : ભાભરમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી

Share

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર યથાવત રહી છે. ત્યારે સતત જોવાતી રાહ બાદ મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતોને ખેતીના પાકને જીવતદાન મળશે. જ્યારે ભાભરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં પાણી જ પાણી થઇ ગયું હતું.

[google_ad]

જ્યારે ભાભરના મીઠા ગામમાં બુધવારે રાત્રે આકાશી વિજળી પડતાં એક પશુનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ભાભરના સણવા ગામમાં એક મકાન પર વૃક્ષ ધરાશાયી થતાં મકાનને વ્યાપક નુકશાન થયું હતું. જ્યારે શાળાની દીવાલ ધરાશાયી થતાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર ચાલુ જ છે. ત્યારે સતત જોવાતી રાહ બાદ સરહદી ભાભરમાં મેઘરાજાએ જમાવટ કરતાં ખેડૂતોના ખેતીના પાકને નવું જીવતદાન મળી રહેશે. જ્યારે ભાભરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી રેલાયા હતા.

[google_ad]

advt

જ્યારે ભાભરના મીઠા ગામમાં બુધવારે રાત્રે વિજળી પડતાં એક પશુનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યારે પશુના મોતથી માલિક પર આભ તૂટી પડયું હતું. જ્યારે પશુ તબીબ અને તલાટી દ્વારા પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ભાભરના સણવા ગામમાં એક મકાન પર વૃક્ષ ધરાશાયી થતાં મકાનને મોટું નુકશાન થયું હતું. જ્યારે શાળાની દીવાલ ધરાશાયી થતાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે બનાસકાંઠામાં મોડી રાત્રે અનેક તાલુકામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે.

From – Banaskantha Update


Share