બનાસકાંઠાના 3 અને પાટણના 2 વ્યકિતઓએ પાલનપુરમાં રૂ. 17.02 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી : વર્ષ 2017 થી પાલનપુર સર્કીટ હાઉસના રૂમમાં ઉમેદવારોને બોલાવી ઉમેદવારોને ફસાવવાની ઝાળ બિછાવી હતી
પાલનપુર સર્કીટ હાઉસમાંથી સપ્તાહ અગાઉ રૂ. 16,00,000 ની લાંચ લેતાં ઝડપાયેલા દાંતાની હાઇસ્કૂલના આચાર્ય અને શિક્ષણ કચેરીના બરતરફ સેવકના નકલી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે.
જેમણે 40 નોકરી વાંચ્છુ યુવકોને ભરતીના ખોટા પત્રો આપી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાસકાંઠા એલ.સી.બી.ની તપાસમાં બહાર આવ્યું છે.
તે દરમિયાન છેતરપિંડીનો ભોગ બનેલા બનાસકાંઠા અને પાટણના 5 વ્યકિતઓએ બંને લાંચીયા સામે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર સર્કીટ હાઉસમાંથી સપ્તાહ અગાઉ રૂ. 16,00,000 ની લાંચ લેતાં દાંતાની સરભવાનીસિંહ વિદ્યાલયનો આચાર્ય પાલનપુર બેચરપુરા વિસ્તારમાં રહેતો શૈલેષચંદ્ર ચંદ્રવદન
મહેતા અને સસ્પેન્ડેડ પટાવાળા નરેશ કચરાલાલ જોષીને એ.સી.બી.એ ઝડપી પાડયા હતા. આ અંગે પી.આઇ. નિલેષ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આચાર્યના ઘરની તપાસ દરમિયાન બોગસ ભરતી ફોર્મ મળ્યા હતા.’
જેમના 3 દિવસના રીમાન્ડ દરમિયાન બંનેનું બોગસ ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં 30 થી 40 યુવકોને ખોટા પત્રો આપી નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.
જે પૈકી છેતરપિંડીનો ભોગ બનેલા વડગામના ધોતા ગામના મંથનકુમાર પ્રવિણભાઇ જગાણીયાએ આચાર્ય અને સેવકે 5 વ્યકિતઓ સાથે રૂ. 17,02,000 ની છેતરપિંડી કરી હોવાની પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વન અને સંશોધન વિભાગની કચેરીમાં જૂનિયર કલાર્કની સીધી ભરતી પ્રક્રીયાની એન.ઓ.સી. (જાવક નં. 73/2017-18. એ.ડી./મહેકમ વિભાગ)
ગુજરાત સરકારનો તા. 10/04/2017 નો અધિક મુખ્ય સચિવ જી.એ.ડી.ના હોદ્દા ઉપર વાદળી પેનથી સહી કરેલો પત્ર
નાણાં વિભાગમાંથી પગાર ગ્રાન્ટની સાથે ઇન્ટરવ્યું યોજવાની મંજૂરીનો પત્ર નં. 1323
સીધી ભરતી પ્રક્રીયા 2017-18 ના વિ. ગાંધીનગર તા. 11/08/2017 નો એડીશનલ ચીફ સેક્રેટરી નાણાં વિભાગનો પત્ર
ડાયરેકટર ટ્રેઝરી ડીપાર્ટમેન્ટનો તા. 20/11/2017 નો હોદ્દા ઉપર વાદળી પેનથી સહી કરેલો પત્ર
સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.) નો પત્ર
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ધારૂસણના ભરતભાઇ ભાયરામભાઇ જોષીને સરભવાનીસિંહ વિદ્યાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી રૂ. 7,05,000 જ્યારે રમેશભાઇ હરદેવભાઇ જોષી પાસેથી રૂ. 7,10,000 લીધા હતા.
આચાર્યએ કયા વિભાગમાં નોકરી જોઇએ છે તેમ કહ્યું હતું. જેમાં મંથને વન અને સંશોધન વિભાગમાં કલાર્કની જ્યારે વસંતભાઇએ તેમના પુત્ર નિખીલ માટે જી.સી.ઇ.આર.ટી.માં જૂનિયર કલાર્કની નોકરી માટે વાત કરી હતી.
જયારે પુત્રવધુની ટેટ-2 ની પરીક્ષા પાસ કરાવવાનું કહ્યું હતું. જોકે, નાણાં આપ્યા પછી માર્કસ શીટ નકલી બનાવી હતી. જયારે સરકારના નકલી પત્રો આપતાં પોતાની સાથે છેતરપિંડી થયું હોવાનું જણાયું હતું.
વડગામ તાલુકાના ધોતાના મંથનકુમાર પ્રવિણભાઇ જગાણીયાના મોટાબાપાની દીકરી હેતલબેનના સસરા વડગામના રૂપાલના વસંતભાઇ દાનાભાઇ પરમાર વર્ષ-2017 માં ભાભરના ઉજજનવાડામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા.
જેમના સંતાનોને આચાર્ય શૈલેષચંદ્રએ નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેમણે મંથન જગાણીયાને નોકરીની વાત કરતાં તેમના બનેવી નીખીલકુમાર મિત્રો અને વેવાઇ વસંતભાઇ તા. 16 ફેબ્રુઆરી 2017 ના દિવસે પાલનુર સર્કીટ હાઉસમાં મળ્યા હતા.
જ્યાં આચાર્યની વાતોમાં આવી ડોકયુમેન્ટની નકલો આપી હતી. જ્યાં મંથને પ્રથમ રૂ. 30,000 ટોકન પેટે, તા. 5 માર્ચ 2017 ના રોજ રૂ. 1,20,000 ચેકથી આચાર્યને આપ્યા હતા.
વેવાઇ વસંતભાઇએ તેમના પુત્ર નીખીલ માટે રૂ. 97,000 રોકડા અને તેમની દીકરાની પત્ની હેતલબેનની ટેટની પરીક્ષા પાસ કરાવવા રૂ. 40,000 ટોકન પેટે આપ્યા હતા.
લાંચીયો આચાર્ય અને પટાવાળો સર્કીટ હાઉસના પ્રથમ માળના રૂમમાં નોકરી વાંચ્છુ ઉમેદવારોને બોલાવતા હતા અને સરકારી નોકરી બાબતે વાતચીત કરી સરકાર અમુક જગ્યાઓ ઉપર પરીક્ષા વગર ઇન્ટરવ્યું લઇ સીધી ભરતી કરી રહી છે.
જેમાં મારા સબંધીની ઉંચી ઓળખાણ છે. એક વ્યકિતની નોકરીના રૂ. 5,00,000 થશે તેમ કહી કેટલાંક સર્ટી બતાવી અને ભરતીની પ્રક્રીયા સમજાવી યુવકોને ફસાવ્યા હતા.
From-Banaskantha update