ડીસા માળી સમાજના યુવકની હત્યા મામલે પરીવારજનોએ ઉતર પોલીસ સ્ટેશનમાં ધરણાં કર્યા

- Advertisement -
Share

ડીસા શહેરમાં ભારે ચકચાર જગાવનાર બેકરી કુવા વિસ્તારમાં દશરથભાઈ અંબારામ સોલંકી દ્વારા અસામાજિક તત્વોને 200 રૂપિયા ના આપતા યુવકને મુઠ માર મારવામાં આવતાં મોત નિપજ્યું હતુ જેને લઇને પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરાતા પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

 

જ્યારે આજે બીજા દિવસે મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો તથા મહિલોએ ઉત્તર પોલિસે મથકે ઘસી આવી ન્યાય મેળવવા ધરણાં પર બેસી ગયાં હતાં. જેને પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી પરીવારજનો દ્વારા મૃતક દશરથભાઈ માળીની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કરાર્યા હતાં સાંજના સુમારે દશરથ માળીને ચાર આરોપીએ ટોમી વડે હુમલો કરીને હત્યા કરી હોવાનો પરિવાર ગંભીર આક્ષેપો કરાતાં પોલીસની ઉંધ હરામ થઈ ગઈ હતી.

હત્યામાં 4 આરોપીને સંડોવણી હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવતાં નથી અને આરોપીઓ દ્વારા મુત્યુકના પરીવારજનોને ઘમકીઓ આપવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા અમારા દીકરાની દારૂ પીવા માટે 200 રૂપિયાના આપતાં હત્યા કરી હોવાના પરીવારજનો દ્વારા મિડિયા સમક્ષ આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

 

 

જ્યારે સમગ્ર મામલે પોલીસે દ્વારા એક શંકાસ્પદ ઈસમનીઅટકાયત કરવામાં આવી હતી જ્યારે અટકાયત કરાયેલા ચંદુ ઠાકોર નામના આરોપીને પોલીસે દ્વારા છોડી મુક્યો હોવાનો પરીવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

દશરથભાઈ માળીની હત્યામાં ચંદુ ઠાકોર રામો ઠાકોર (પત્રકાર) શૈલેષ ઠાકોર રીંકુ સોની અને તખાજી ઠાકોરનામના ઈસમો હત્યામાં સંડોવાયેલા હોવાના આક્ષેપો મુત્યુ પામેલા ના પત્નિ દ્વારા કરવામાં આવી રહ્યા છે તો આજે દશરથભાઈ માળીનું મોતના પગલે પરિવારજનો દ્વારા ઉતર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગુહાર લગાવી હતી.

 

 

મુતકની પત્ની પીના બેન જોઘાર આંસુએ પતિનાં હત્યારાઓને કડક સજા કરાવાની માંગ કરી હતી મુત્યુ પામેલા દશરથભાઈ અંબારામ સોલંકીના પત્નિ સાથે માળી સમાજની મોટીસંખ્યામાં મહિલાઓ ઉતર પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. યુવકની હત્યા કરનાર આરોપીઓ ખુલેઆમ ફરી રહ્યા છે છતાં કોઈ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પોલીસ આરોપીઓને છાવરતી હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતાં.

 

Advt

 

જેને લઈને ઉત્તર પોલીસ સ્ટેશનમાં મહીલોઓ પોલીસ વિરૂધ્ધ છાજિયાં લીધા હતાં જ્યારે મુત્યુ પામેલા યુવાનના પરીવારજનો દ્વારા ઉતર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે આવતાં પી.આઈ જે.વાય ચૌહાણ દ્વારા પરીવારજનોને સાંત્વન આપી અને હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે એફ.આઈ.આર દાખલ કરી કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો અને પરીવારજનો દ્વારા પણ પોલીસ પર વિશ્વાસ મુકી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!