સૂઇગામના ધનાણામાં દૂધ મંડળીનો ભાવ વધારો રોકડમાં ચૂકવતાં ગ્રાહકોએ હંગામો મચાવ્યો

- Advertisement -
Share

જીલ્લા રજીસ્ટ્રાર અને જીલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં લેખિત રજૂઆત કરાઇ

 

સૂઇગામ તાલુકાના અંતરીયાળ ધનાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ મંત્રીએ મનમાની કરી સંઘનો ભાવ વધારો પશુપાલકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે રોકડમાં ચૂકવતાં પશુપાલકોએ હંગામો મચાવ્યો હતો.

સૂઇગામ તાલુકાના ધનાણા જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ ચૌહાણે દૂધ ડેરી બનાસકાંઠા, જીલ્લા રજીસ્ટ્રાર અને બનાસકાંઠા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં લેખિત રજૂઆત તેમજ માહિતી માંગેલ જે અનુસંધાને
ધનાણા મંડળીમાં દૂધ મંડળીના ગ્રાહકોનું પાક્ષીક ચૂકવણું અને ભાવ વધારો પણ જે તે ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં થતું હોવાની લેખિત માહિતી આપી છે
પરંતુ હકીકતમાં દૂધ મંડળીમાં મંગળવારે દૂધનો ભાવ વધારાનું પણ મંત્રીએ દૂધ સભાસદોને રોકડમાં ચૂકવણું કરાતું હતું.

 

આ અંગે ગામના જાગૃત પશુપાલકોએ વિરોધ નોંધાવતાં હંગામો મચાવ્યો હતો. એક બાજુ જીલ્લા સહકારી સંઘ દ્વારા અરજદારને લેખિત માહિતી આપી તેમાં દૂધનું પેમેન્ટ જે તે દૂધ ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં
ચૂકવણું કરાય છે એવું સ્પષ્ટ લેખિત જવાબ આપ્યો છે. જ્યારે આ અંગે મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને ધનાણા દૂધ મંડળી દ્વારા મને જે માહિતી આપવામાં આવેલ છે તે તદ્દન ખોટી છે.

 

ઓફ લાઇન દૂધ ભરાય છે. દૂધ મંડળીમાં કોઇ જ જગ્યાએ સી.સી.ટી.વી.કેમેરા નથી અને મંડળીમાં ખોટા ખાતાં ચાલતાં હોઇ પોતાના બચાવ માટે દૂધ સભાસદોને બેંક એકાઉન્ટમાં ડીઝીટલ પેમેન્ટ કરવાના બદલે
દૂધ ડેરીમાં દર પખવાડીયે રોકડ ચૂકવણું કરી મનમાની કરાય છે અને કૌભાંડ આચરવામાં આવે છે. સાથે જો કોઇ રજૂઆત કરે તો દૂધ ગ્રાહકો સાથે તોછડાઇ ભર્યું વર્તન કરવામાં આવે છે.
મંત્રી ઇન્દ્રસિંહ ચૌહાણને પૂછતાં તેમણે સ્વીકાર્યું કે, ‘દૂધ મંડળીમાં હાલ કોઇ જ સી.સી. ટી.વી કેમેરા નથી વળી સંચાલક મંડળ દ્વારા બેંકોમાં પેમેન્ટ જમા કરાવવાથી ગ્રાહકો પરેશાન ન થાય તે માટે રોકડ રકમથી દૂધનો પગાર અને ભાવ વધારો ચૂકવવામાં આવે છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!