થરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં આજે પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે થરા પોલીસ મથક ફરજ બજાવતાં એક પોલીસ કોસ્ટેબલ છેલ્લા ઘણા સમયથી આંતરડાની બીમારીથી પીડાતા હતા આ બીમારીના કારણે પોલીસ કોસ્ટેબલ માનસિક રીતે હેરાન થઈ ચૂક્યા હતા.

જેને લઇ મોડી રાત્રે પોતાની નોકરી પૂર્ણ કરી પોતાના ઘરે ગયા હતા જે બાદ આપોલીસ કોન્સ્ટેબલે પોતાના વતન ચેખલા ખાતે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છવાયો છે આ ઘટનાને લઇ પરિવાર પર આભ તૂટી છે તેમજ પોલીસ કર્મચારીએ આપઘાત કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!