ડીસાના ભોપાનગર વિસ્તારમાં વરસાદના પાણીથી ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ

- Advertisement -
Share

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા અપાતા રોડ રસ્તા અને ગટરનાં બનાવવામાં કોન્ટ્રાકટરો દ્વારા અનેક વાર ભષ્ટ્રાચાર થતો હોવાની બૂમરાણ ઉઠવા પામી રહી છે. ત્યારે આજરોજ ફરી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 10ના ભોપાનગર વિસ્તારમાં નવા બનાવેલ આર.સી.સી રોડમાં ભુવો પડી જતાં ભષ્ટ્રાચારની પોલ ખુલી હતી.

[google_ad]

ભોપાનગર વિસ્તારમાં નવા આર.સી.સી રોડમાં બનેલા રોડ ઉપર પ્રથમ વરસાદે જ ભુવો પડી જતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને નગરપાલિકા તેમજ કોન્ટ્રાકટરને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સાથે સાથે ભોપાનગર વિસ્તારમાં ગંદકીના ઢગલાઓને લઈને પણ નગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

[google_ad]

ભાજપના સદસ્ય અમિતભાઈ રાજગોરને જાણ થતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક નગરપાલિકામાં સેનિટેશન શાખાની ટીમ બોલાવી અને પડેલ ભુવાની બાજુમાં રોડ તોડી વરસાદી પાણી નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યારે લોકોને પડતી સમસ્યાઓને લઈને નગરપાલિકાના સદસ્ય અમિતભાઈ રાજગોર દ્વારા સ્થાનિક નગરપાલિકાના કર્મચારીઓને ટેલિફોનિક કડક સૂચના આપવામાં આવી હતી.

[google_ad]

ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષ અગાઉ બનાવેલા આર.સી.સી રોડમાં અચાનક સામાન્ય વરસાદમાં ભુવો પડી જતા ભષ્ટ્રાચારની મોટી પોલ ખુલી પડી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા આ નવીન રોડની કામગીરી દરમિયાન ભુગર્ભ ગટરના જોઈન્ટ આપ્યા વગર આર.સી.સી રોડ બનાવી દેવાતા લોકોને ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

[google_ad]

કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી ભૂલના કારણે આમ જનતાને અત્યારે ભોગવવાના દિવસો આવ્યા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું. ત્યારે આજે ભોપાનગર વિસ્તારમાં પડેલા ભૂવાને લઇ સ્થાનિક સદસ્ય અમિતભાઈ રાજગોર દ્વારા ભોપાનગર વિસ્તારમાં ફેલાયેલી ગંદકીની સમસ્યા દૂર કરવાની સ્થાનિકોને બાંયધરી આપી હતી.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!