ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી પર બુટલેગર ટોળકી દ્વારા ખૂની હુમલો

Share

અમદાવાદના ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી દિનેશ કલાલ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સ તથા તેના સાગરિત એવા 8થી 10 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નિવાસ્થાનેથી છેતરીને તંત્રી દિનેશ કલાલને ઘરની બહાર બોલાવવામાં આવ્યા અને ત્યાર બાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી 8થી 10 લોકો દ્વારા ગાઢ મૂઢ માર મારવામાં આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળેલ સમાચારો મુજબ તેમના પગના ભાગે ભારે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

[google_ad]

આ અંગે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ જાડેજા સહિત ડી સ્ટાફ પી.એસ.આઈ તેમજ સ્ટાફના પોલીસ કર્મીઓ સોલા સિવિલ ખાતે પહોંચ્યા હતા અને ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સોલા પીઆઇ જાડેજાના જણાવ્યા મુજબ તેઓ ખુદ જાતે આખા કેસનું મોનીટરીંગ અને તપાસ કરી રહ્યા છે અને પૂર્ણ સહકાર સાથે ગુનેગારને પકડવામાં આવશે અને આવા કૃત્ય કરનારને છોડવામાં આવશે નહીં તેવી બાંયધરી આપી હતી.

[google_ad]

બીજી તરફ આ વાત વાયુવેગે પત્રકાર જગતમાં ફેલાતા આ મીડિયા આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને વિવિધ પત્રકાર સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. મીડિયા સંગઠન પત્રકાર પ્રેસ પરિષદ અને પત્રકાર એકતા સંગઠન દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે.

[google_ad]

છેલ્લા કેટલાય સમયથી પત્રકારો અને પોલીસ પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહયો છે બુટલેગરો કે દારૂના માફિયા હોય કે જુગારધામ ચલાવનાર ગમે તેમ કરી અવનવી યોજનાઓ દ્વારા પત્રકારો કે પોલીસ પર હુમલા કરી તેમની ગંદી માનસિકતા દ્વારા છતી કરી રહ્યા છે જાણે એમને પોલીસ અને પત્રકારનો કોઈ જ ડર નથી રહ્યો. રાજ્ય સરકાર દ્વારા આ બધી બદીને ડામવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનારને કોણ છાવરી રહ્યું છે તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

[google_ad]

સમાજમાં ચાલતી બદીઓ, વિકાસના કામો, પ્રજાના પ્રશ્નોને પ્રજા અને અધિકારીઓ સરકારના સન્માનીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હોય છે ત્યારે પોલીસ પણ પોતાની ફરજ પૂર્ણ નિભાવતા તેને રોકવા માટે સક્ષમ રહેતી હોય છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા માફિયા હોય કે બુટલેગર કોની રહેમ નજર અને આશીર્વાદ મેળવી આવા હુમલાને અંજામ આપે છે તે વિચારવા સમાન છે.

 

[google_ad]

થોડા મહિના અગાઉ પણ રામોલમાં પણ એક મહિલા પત્રકાર અને સિવિલ ખાતે પણ એક મહિલા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. તો ચાંદખેડા ખાતે પણ જુગાર ચલાવનાર નામી બુટલેગરનું જુગરધામ બંધ કરાવવા જતા જુગરધામ બંધ કરવાની જગ્યાએ ઊલટું જુગરધામ ચલાવનારે પત્રકાર પર ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.

 

 

From – Banaskantha Update


Share