ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખે પોતે ગવાડી જઇ માસ-મટનની દુકાનો બંધ કરાવી

Share

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસામાં જીવદયાપ્રેમીઓ દ્વારા સાંઇબાબા મંદિર નજીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે, જીવદયાપ્રેમીઓની એક જ માંગ ડીસા શહેરમાં ચાલતાં માસ મટનની ગેરકાયદેસર દુકાનો બંધ કરવા ધરણાં યોજાયા હતા. જોકે, ગેરકાયદેસર કતલખાના બંધ ન થતાં સોમવારે ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાના પ્રમુખ એક્શન પ્લાનના મૂડમાં આવીને નગરપાલિકાના કોર્પોરેટર કર્મચારીઓ અને પોલીસના કાફલા સાથે જાતે કતલખાના બંધ કરાવવા માટે ગવાડી વિસ્તારમાં નીકળ્યા હતા. ગવાડી વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના અને માસ મટનની દુકાનો બંધ કરાવી ધારાસભ્ય તરફથી સુચના અપાઇ.

[google_ad]

ડીસા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ગવાડી વિસ્તારમાં માસ, મચ્છી અને મટનની દુકાન ખુલ્લેઆમ ધમધમી રહી છે. જોકે, આવા દુકાનદારો લાયસન્સ પણ ધરાવતા નથી. આ બાબતે અવાર-નવાર ડીસા નગરપાલિકા અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ ચૂપકીદી બાબતે ડીસાના જાણીતા એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ફોફાણી, હીનાબેન ઠક્કર, વેપારી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઇ મોદી, આમ આદમી પાર્ટીના ભેમાભાઇ ચૌધરી અને ગૌ પ્રેમી કેતનભાઇ લીમ્બાચીયા જેવા અનેક કાર્યકરો દ્વારા ધરણાંના કાર્યક્રમમાં જોડાયા હતા.

[google_ad]

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં સરકારના આદેશ મુજબ, કતલખાના બંધ રાખવા માટે એક લેખિતમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ડીસામાં આવેલા ગવાડી વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. જેમાં વિવિધ સંગઠનો દ્વારા ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા માટે આવેદનપત્ર અને લેખિતમાં લાગતા-વળગતી કચેરીઓમાં જાણ પણ કરવામાં આવી છે.

[google_ad]

તેમ છતાં પણ ગેરકાયદેસર કતલખાના બંધ ન થતાં સોમવારે ડીસાના હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા અને ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર એક્શન મૂડમાં આવીને નગરપાલિકાના કોર્પોરેટર કર્મચારીઓ અને પોલીસના કાફલા સાથે પોતે જાતે ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે ગવાડી વિસ્તારમાં નીકળ્યા હતા.

[google_ad]

ગવાડી વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના અને માસ મટનની દુકાનો ધારાસભ્ય તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ સમુદાય અગ્રેસર રહે અને લોકોની લાગણી ન દુભાય તે ભાવનાથી સરકારના અમલનો પાલન કરવામાં આવે તે માટે પવિત્ર શ્રાવણ માસમાં ગેરકાયદેસર કતલખાના બંધ રહેવા જોઇએ તેમ ધારાસભ્ય સ્પષ્ટપણે જણાવ્યું હતું.

[google_ad]

જ્યારે ગવાડી વિસ્તારમાં માસ મટનની ગેરકાયદેસર દુકાનોમાં ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખે જાતે નિરીક્ષણ કરી ગુમાસ્તા ધારા લાયસન્સ હોય કે પછી નગરપાલિકા તરફથી અન્ય કોઇ મંજૂરી હોય તેનું સ્થળ ઉપર નિરીક્ષણ કરી અધિકારીઓને પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે, જો યોગ્ય રીતે લાયસન્સ ન મેળવ્યા હોય તે ગેરકાયદેસર દુકાનોને સીલ કરી બંધ કરી દેવાની સુચના અપાઇ હતી.

[google_ad]

સોમવારે ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ ગવાડી વિસ્તારની મુલાકાતથી ફફડાટ ફેલાયો હતો અને અમુક માસ મટનની ગેરકાયદેસર દુકાનવાળા દુકાનો ટપોટપ બંધ કરી જતા રહ્યા હતા. ધારાસભ્ય તરફથી નગરપાલિકાના અધિકારીઓને અને પોલીસને પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના પરિપત્રનુ જો અમલ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

[google_ad]

આ એક્શન પ્લાનમાં ડીસા નગરપાલિકાના જીગ્નેશભાઇ જાષી, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર, શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢ, બે નંબરના વોર્ડ કોર્પોરેટર વસંતભાઇ શાહ, રવિભાઇ ઠક્કર, અન્ય કમિટીના સભ્ય, ધારાસભ્ય અને પ્રમુખ સાથે જોડાયા હતા.

[google_ad]

ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખના આ એક્શન પ્લાનના સમાચાર ડીસા શહેરમાં પ્રસરતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી અને ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખના આ કામને જનતાએ વધાવી લીધી હતી.

 

From – Banaskantha Update


Share