ડીસામાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે હર હર મહાદેવના મંદિરો નાદથી ગૂંજ્યા

Share

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસના ત્રીજા સોમવારે મંદિરોમાં હર હર ભોલેના નાદથી ગૂંજ્યા છે. ત્યારે ડીસા શહેરના રીસાલા બજારમાં આવેલ રીસાલેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથ શિવજીને ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

[google_ad]

જ્યારે ભક્તજનોએ બિલીપત્રો ચઢાવી વિશેષ પૂજા-અર્ચના કરાઇ હતી. જ્યારે કચ્છી કોલોનીમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિશેષ પૂજા-અર્ચના શિવજીની ભક્તજનોએ કરી છે. આ અંગે રીસાલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજુભાઇ જોષી અને પ્રફુલગીરી સાધુએ જણાવ્યું હતું કે, ‘શ્રાવણ માસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરમાં ભોળાનાથ શિવજીને ફૂલોથી શણગારી વિશેષ પૂજા-અર્ચના કરાઇ છે. જ્યારે મોટી સંખ્યામાં ભક્તજનોએ બિલીપત્રો ચઢાવી દર્શન કરી ધન્યતા અનુભવી છે.’

 

From –Banaskantha Update


Share