ડીસામાં વાહન ટોઇંગ મુદ્દે જીવદયાપ્રેમીઓ અને પોલીસ વચ્ચે તૂ…તૂ…મેં…મેં… સર્જાતાં હંગામો મચ્યો

Share

ડીસામાં સોમવારે જીવદયાપ્રેમીઓ દ્વારા શહેરમાં શ્રાવણ માસમાં ચાલતાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે સાંઇબાબા મંદિર ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પોલીસ પહોંચી જીવદયાપ્રેમીઓના કાર્યકરોને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની ખાતરી આપતાં કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. જોકે, જીવદયાપ્રેમીઓના કાર્યકરોના વાહનો ટ્રાફિક પોલીસે ટોઇંગ વાહન નહિ પરંતુ ફક્ત સાદું ટ્રેક્ટર અને ટોલી લઇ જપ્ત કરતાં ભારે હંગામો મચ્યો હતો. જ્યારે ટોઇંગ વાહન મુદ્દે જીવદયાપ્રેમીઓ અને પોલીસ વચ્ચે તૂ…તૂ…તૂ… મેં…મેં…મેં…ના દૃશ્યો સર્જાયા હતા.

[google_ad]

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં જ ડીસામાં જીવદયાપ્રેમીઓ દ્વારા શહેરમાં ચાલતાં ગેરકાયદેસર કતલખાના એક માસ માટે બંધ રાખવા માટે નગરપાલિકા અને પોલીસ તંત્રને વારંવાર રજૂઆત કરાઇ હતી. પરંતુ અડધો શ્રાવણ માસ વીતી જવા છતાં હજુ પણ ડીસા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ગવાડી વિસ્તારમાં માસ, મચ્છી અને મટનની ગેરકાયદેસર દુકાનો ખુલ્લેઆમ ધમધમી રહી છે.

[google_ad]

જોકે, આવા ગેરકાયદેસર દુકાનદારો પાસે લાયસન્સ પણ ધરાવતા નથી. ત્યારે ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાના પગલે સોમવારે જીવદયાપ્રેમીઓના કાર્યકરો ડીસાના સાંઇબાબા મંદિર ખાતે ધરણાં કરવા પહોંચી ગયા હતા. જીવદયાપ્રેમીઓના કાર્યકરોના ધરણાં શરુ કરે તે પહેલાં જ ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસના બંને પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને જીવદયાપ્રેમીઓના કાર્યકરોને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની ખાતરી આપતાં જીવદયાપ્રેમીઓના કાર્યકરોએ ધરણાંના કાર્યક્રમને આટોપી લીધો હતો.

[google_ad]

જોકે, મામલો શાંત થાય તે પહેલાં જ ડીસા શહેરમાં નગરપાલિકાના ટોઇંગ વાહન નહિ પરંતુ ફક્ત સાદું ટ્રેક્ટર અને ટોલી લઇને ટ્રાફિક પોલીસ આવી જીવદયાપ્રેમીઓના વાહનો ઉપાડી લેતાં જીવદયાપ્રેમીઓ અને પોલીસ તૂ…તૂ…તૂ… મેં…મેં…મેં…ના દૃશ્યો સર્જાયા હતા. જ્યારે વાહન ટોઇંગમાં કોઇપણ કારણ વગર વાહનો જપ્ત કરતાં ભારે હંગામો મચ્યો હતો.

[google_ad]

જ્યારે ડીસા નગરપાલિકાનું ટ્રેક્ટર નવું છે. જ્યારે ટોઇંગ માટે વાપરવામાં આવતું ટોલી તેની નંબર પ્લેટ પરથી વર્ષો જૂનું પુરાણું જાણવા મળી રહ્યું છે જેને લઇને ટોઇંગ વડે વાહનો જપ્ત કરે છે. જો ટોલીની મુદ્દત પૂર્ણ હોવા છતાં પણ નગરપાલિકાનું ટોઇંગ ટોલી લઇને પોલીસ આમતેમ ફરે છે. પરંતુ પોલીસને ટોઇંગ ટોલી બદલવાનો સમય પણ નથી. ત્યારે આમ પ્રજાને હેરાન-પરેશાન કરી રહી છે.

[google_ad]

જે પોલીસ વાહનોને ગેરકાયદેસર રીતે ટોઇંગ કરે છે વિના ટોઇંગ વાહને તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડકમાં કડક વલણ કરે તે લોકોની ઉગ્ર માંગ છે. જ્યારે વાહન બદલવાની મુદ્દત 15થી 20 વર્ષની છે અને સોમવારે જે ટ્રેક્ટર અને ટોલી ટોઇંગ માટે આવી હતી તેમાં ટ્રેક્ટર તો નવું હતું પરંતુ ટોલીની નંબર પ્લેટ GTF 2480 જોઇએ તો તે અનુસાર આ ટોલી 30 વર્ષથી પણ જૂની હોય તેવું અનુમાન લગાવી શકાય છે.

[google_ad]

આ પ્રસંગે ડીસાના જાણીતા એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ફોફાણી, હીનાબેન ઠક્કર, વેપારી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઇ મોદી, આમ આદમી પાર્ટીના ભેમાભાઇ ચૌધરી અને ગૌ પ્રેમી કેતનભાઇ લીમ્બાચીયા જેવા અનેક કાર્યકરો જોડાયા હતા.

 

From – Banaskantha Update


Share