ડીસામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને નામદાર કોર્ટે 20 વર્ષ સખ્ત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો

- Advertisement -
Share

ભોગ બનનાર પીડીતાને રૂ. 6,00,000 વળતર પેટે ચૂકવી આપવાનો મહત્વનો ચૂકાદો ડીસાની નામદાર બીજી એડી.સેશન્સ કોર્ટે આપ્યો છે

 

ડીસામાં 3 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે.
જયારે ભોગ બનનાર પીડીતાને રૂ. 6,00,000 વળતર પેટે ચૂકવી આપવાનો મહત્વનો ચૂકાદો ડીસાની નામદાર બીજી એડી.સેશન્સ કોર્ટે આપ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના એક ગામડે રહેતી એક સગીરાનું 3 વર્ષ અગાઉ અપહરણ થયું હતું. જે અંગે સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે સગીરાનું અપહરણ કરનાર દાંતીવાડાના ભાખર ગામના હકમાજી ઠાકોરની સગીરા સાથે અટકાયત કરી હતી.
તપાસ કરતાં આરોપીએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી દીધી હતી.

 

જે કેસ ડીસાની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ નીલમબેન વકીલની દલીલો અને સંયોગિક પૂરાવાઓને ધ્યાને લઇ નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠરાવી 20 વર્ષ સખ્ત કેદની સજા ફટકારી છે.
વિકટીમ કમ્પનસેશન સ્કીમ જોગવાઇ મુજબ ભોગ બનનારને રૂ. 6,00,000 વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને સગીર વયની દીકરીઓ પર બળાત્કાર ન વધતાં કેસમાં સભ્ય સમાજમાં ઉદાહરણ બેસે અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!