બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે 3 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો : શખ્સની અટકાયત કરી

- Advertisement -
Share

મુદ્દામાલ સાથે પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ થયેલા વાહન ચોરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી એક બોલેરો ગાડી, એક ટ્રેક્ટર અને એક લીવો કંપની હોન્ડા જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

 

તે દરમિયાન પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ આવતી ગાડીને રોકાવીને નરપતસિંહ રાજપૂત નામના ચાલકની પૂછપરછ કરી હતી.
જેમાં તેણે કબૂલાત કરી હતી કે, બોલેરો ગાડી જે પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને એક ટ્રેક્ટર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
જ્યારે હોન્ડા લીવો કંપનીનું જેનો જે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. જે મુદ્દામાલ સાથે એલ.સી.બી. પોલીસે શખ્સની અટકાયત કરી હતી. આ અંગે ધાનેરા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!