બનાસકાંઠાના પાંચ તાલુકામાં સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી ન છોડતાં ખેડૂતો ધરણાં પર ઉતર્યાં

Share

બનાસકાંઠા જીલ્લામાં સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી ન છોડતાં પાંચ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી ખેડૂતો પાણી છોડવાની માંગ સાથે સોમવારે ધરણાં ઉપર ઉતરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યાં છે.

[google_ad]

બનાસકાંઠામાં સિંચાઇના પાણીની તકલીફ અને ખાલી કેનાલોના કારણે ખેડૂતોની હાલતમાં કફોડી બની ગઇ છે. જેમાં કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ડીસામાંથી પસાર થતી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં છેલ્લાં કેટલાંય સમયથી પાણી ન છોડવામાં આવતાં કાંકરેજના ચાંગા પમ્પીંગ સ્ટેશન આગળ ખેડૂત આગેવાનો અને ખેડૂતો સાથે પાણી છોડવાની માંગ સાથે સોમવારે ધરણાં ઉપર ઉતર્યાં છે.

[google_ad]

એકબાજુ શિયાળુ સિઝનના પાકોનું વાવેતર કરવાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કેનાલોમાં પાણી ન હોવાના કારણે અને પાણીના તળ ઉંડા જવાથી ખેડૂતોને ખેતી માટે પાણી ન હોવાથી મોટાભાગના ખેડૂતો વાવેતર કરી શક્યા નથી. જેથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

[google_ad]

 

જો કે, ખેડૂતોએ અનેકવાર સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ ન આવતાં ખેડૂતો અચોક્કસ મુદ્દત માટે ધરણાં ઉપર ઉતર્યાં છે અને માંગ કરી રહ્યા છે કે, ‘સરકાર દ્વારા ખેડૂતોની તકલીફ સમજીને તાત્કાલીક સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો ખેડૂતો અહીંથી ધરણાં હટાવશે નહી અને ઉગ્ર આંદોલન કરશે.’

From – Banaskantha Update


Share