ધરોઈથી આવતી પાણીની પાઇપ લાઈનમાં મેરવાડા અને વેજલપુર વચ્ચે લીકેજ : હજારો લિટર પાણીનો બગાડ

Share

ધરોઈથી આવતી પીવા માટેના પાણીની પાઇપલાઇનમાં મેરવાડા સેજલપુરા ગામ વચ્ચે પાઇપ લીકેજ થતાં પાણીનો વેડફાઈ રહ્યું હતું. એક બાજુ બનાસકાંઠામાં ચોમાસુ સીઝનમાં વરસાદ નહિવત થતાં ડેમ ખાલી પડયા છે. જેના લીધે આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી શક્યતા છે.

[google_ad]

તો બીજી તરફ હાલ જીલ્લાના મુખ્ય મથક પાલનપુર સહીત ઘણા ગામડાઓમાં પીવા માટેનું પાણી ધરોઈ ડેમમાંથી પાઇપ લાઇન દ્વારા આવી રહ્યું છે. ત્યારે ધરોઈથી આવતી પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી જમીન પર વેડફાઈ રહ્યું હતું.

[google_ad]

ઘણીવાર આવી રીતે પાણી વેડફાઈ જતાં તંત્ર દ્વારા આ પાઇપ લાઇનને લઇને યોગ્ય રીતે સમારકામ તેમજ સાર સંભાળ રાખવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉભી થવા પામી હતી.

From – Banaskantha Update

 


Share