ડીસાની ત્રણ હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરાયા : અન્ય તબીબોમાં ફફડાટ

Share

ડીસા શહેરની ત્રણ હોસ્પિટલના તબીબોએ પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ કર્યો હોવાનું જીલ્લા આરોગ્ય વિભાગની તપાસમાં આવતાં આરોગ્ય વિભાગે ત્રણેય હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરી દેતાં ડીસા શહેરના તબીબ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.વી. પટેલે એક માસ અગાઉ ડીસા અને ધાનેરામાં હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ડીસા શહેરમાં ગાયત્રી મંદિર સામે આવેલ ડો. તુષાર એમ. પટેલની હરિવાદન સર્જીકલ હોસ્પિટલ, ડો. બીમલ જે.બારોટની ઓમ ઓર્થોપેડીક એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ અને દીવ્ય કોમ્પલેક્ષમાં આવેલી ડો ચિંતન આર. આચાર્યની આચાર્ય હોસ્પિટલમાં તપાસ કરતાં હોસ્પિટલના સોનોગ્રાફી મશીનની નિભાવણી પી.એન.ડી.ટી. એક્ટ મુજબ થતી ન હોવાનું જાણવા મળ્યું હતું.

[google_ad]

તબીબોએ આરોગ્ય વિભાગમાં સોનોગ્રાફી મશીનના રજીસ્ટરના રીપોર્ટ રજૂ કરેલા ન હતા અને રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં પણ આવતાં ન હોવાનું તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું. જેથી જીલ્લા આરોગ્ય અધિકારીએ ત્રણેય તબીબોને કારણદર્શક નોટીસો ફટકારી હતી. જીલ્લા પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમિટીની બેઠકમાં પણ આ ત્રણેય તબીબોના સોનોગ્રાફી મશીનો સીલ કરવાનો ર્નિણય લેવાયો હતો.

[google_ad]

જેથી જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ અને ડીસા તાલુકા હેલ્થ અધિકારી સહીતની ટીમે સોમવારે સાંજે આ ત્રણેય હોસ્પિટલોમાં ઓચિંતી રેડ કરી ત્રણેય તબીબોના સોનોગ્રાફી મશીનો સીલ કરી એક માસથી લઇને એક માસથી વધુ સમય માટે સીલ કરી હાલ પૂરતું તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યું હતું. જોકે, દિવાળીના સમયે ડોક્ટર હાઉસમાં જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ અને ડીસા આરોગ્ય વિભાગની ટીમે સાથે મળીને ઓચિંતી તપાસ હાથ ધરતાં અન્ય તબીબોમાં ફફડાટ ફેલાયો છે.

 

From – Banaskantha Update


Share