ડીસા માર્કેટયાર્ડમાં દિવાળીના પર્વને મિની વેકેશન અપાયું

Share

 

ડીસામાં આવેલ માર્કેટયાર્ડમાં આજથી આઠ દિવસ સુધી મીની વેકેશન આપવામાં આવ્યું છે. જેના કારણે આજથી ડીસા માર્કેટયાર્ડમાં તમામ પ્રકારની માલની હરાજીના કામકાજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતાં શ્રમિકો દિવાળી પૂર્વે પોતાના વતન જતાં હોય અને વેપારીઓને પણ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરતાં હોવાથી દર વર્ષે દિવાળીના મિની વેકેશન પાડવામાં આવતો હોય છે.

[google_ad]

 

 

જેથી આજથી ડીસા માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. ડીસા માર્કેટયાર્ડ આજુબાજુના મોટાભાગે ખેડૂતો વસવાટ કરે છે. જેના કારણે મોટા પ્રમાણમાં ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના પાકની અવર-જવર કરતાં હોય છે. ત્યારે દિવાળીના સમયે ડીસા માર્કેટયાર્ડમાં મોટાભાગના ખેડૂતોએ મોટા પ્રમાણમાં પાકનો ખુલ્લા બજારમાં વેચાણ કર્યું હતું. જે બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ મીની વેકેશન પડતાં જ માર્કેટયાર્ડમાં ખેડૂતોની અવર-જવર બંધ થઇ હતી.

[google_ad]

 

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતલાલ જોષીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં હિંદુ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળી શરૂ થયો છે. જેના કારણે તમામ મજૂર વર્ગ પોતાના વતન તરફ જઇ રહ્યા છે. જેના કારણે ડીસા માર્કેટયાર્ડ આઠ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું છે અને આઠ દિવસ બાદ એટલે કે લાભ પાંચમથી રાબેતા મુજબ ડીસા માર્કેટયાર્ડ ખુલશે અને ખેડૂતોનો માલ પણ આઠ દિવસ બાદ ખરીદી કરવામાં આવશે.’

[google_ad]

 

 

From-Banaskantha update

 

 

 


Share