ધાનેરાના જડીયા નજીક જીપ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત

Share

ધાનેરાના જડીયા નજીક સોમવારે ડી.આઇ. જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાઇ હતી. આ અંગે ધાનેરા પોલીસે જીપ ચાલક સામે ગુનો નોંધ્યો છે.

advt

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના જડીયા નજીક સોમવારે ડી.આઇ. જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર મહેન્દ્ર પટેલ (ઉં.વ.આ. 18) પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટઝડપે ડી.આઇ. જીપના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરતાં બાઇક ચાલકને અડફેટે લેતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે જીપ પલ્ટી ખાઇ ગઇ હતી.

[google_ad]

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશને પી.એમ. અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાઇ હતી. આશાસ્પદ યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ અંગે ધાનેરા પોલીસે જીપ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share