અંબાજી નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

Share

અંબાજી નજીકથી રવિવારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમે વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી લીધી હતી. આ અંગે કાર સહીત કુલ રૂ. 8.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ સ્ટાફ રવિવારે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે એક ઇનોવા ગાડી નં. GJ-08-AJ-3123 માં વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-673 કિંમત રૂ.1,20,600 અને ઇનોવા ગાડીની કિંમત રૂ.7,00,000 કુલ મુદ્દામાલ કિંમત રૂ. 8,20,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

advt

જ્યારે ગાડી મૂકી ભાગી જનાર ગાડીનો ચાલક અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગે અંબાજી પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share