પાલનપુરમાં નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો

- Advertisement -
Share

75 માઇક્રોથી ઓછું પ્લાસ્ટીકનું વેચાણ કરતાં વેપારીઓનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.14,800 નો મુદ્દામાલ કબ્જે લઇ દંડ ફટકાર્યો

 

પાલનપુર નગરપાલિકાની ટીમે શુક્રવારે બજારની 25 દુકાનોમાં રેડ કરી 75 માઇક્રોથી ઓછું પ્લાસ્ટીકનું વેચાણ કરતાં વેપારીઓને દંડ ફટકાર્યો હતો. નગરપાલિકા સેનિટેશન ટીમ દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકની રેડમાં હતા.
તે દરમિયાન કોઝી અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારની 25 જેટલી દુકાનોમાં ઓચિંતી રેડ કરતાં 75 માઇક્રોથી ઓછું પ્લાસ્ટીકનું વેચાણ કરતાં વેપારીઓનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.14,800 નો મુદ્દામાલ કબ્જે લઇ દંડ ફટકાર્યો હતો.

 

આ અંગે સેનિટેશન વિભાગના ઓમકારભાઇએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં 75 માઇક્રોથી ઓછું પ્લાસ્ટીક વેચતા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે કોઝી વિસ્તારની 25 જેટલી દુકાનોમાં ઓચિંતી રેડ કરી પ્લાસ્ટીકની ચમકી 70 પેકેટ, ગ્લાસ 25 પેકેટ, થર્મોકોલ ડી.આઇ.એસ. 2 પેકેટ, વાટકા 2 પેકેટ, સ્ટ્રો 12 પેકેટ અને 45 કિલો પ્લાસ્ટીકની થેલીઓ જપ્ત કરી રૂ.14,800 નો દંડ ફટકાર્યો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!