ધાનેરાના માલોત્રા ગામમાં રસ્તો બનાવવા સ્થાનિક લોકોની માંગ

Share

ધાનેરા તાલુકાના માલોત્રા ગામના પીપળીવાળામાં રસ્તામાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતાં રસ્તો ઉંચો લઇ પાકો બનાવવાની માંગ કરાઇ છે. 600 કરતાં વધુ પશુપાલકો અને ખેડૂતોની સાથે શાળાએ જતાં 200 વિદ્યાર્થીઓને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

[google_ad]

ધાનેરા તાલુકાના માલોત્રા ગામના પીપળીવાળામાં રસ્તામાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં દર વર્ષે ચોમાસામાં રસ્તામાં પાણી ભરાતાં અવર-જવરમાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિક લોકોએ એક સૂર થઇ ચોમાસામાં પાણી ભરાતાં રસ્તો ઉંચો લઇ પાકો બનાવવાની માંગ કરી છે.

[google_ad]

જ્યારે 600 કરતાં વધુ પશુપાલકો અને ખેડૂતોની સાથે શાળાએ જતાં 200 વિધાર્થીઓને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે.

[google_ad]

advt

 

જ્યારે રામધૂન બોલાવીને રસ્તો બનાવવાની માંગ સ્થાનિક લોકોએ કરી છે. જ્યારે ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં રસ્તો ન બનતાં સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

From – Banaskantha Update


Share