ભાજપની આખી સરકાર ઘરભેગી થતાં જ ધારાસભ્યોમાં પણ ફફડાટ

Share

ગુજરાતમાં ભાજપે શરૂ કરેલી સાફસફાઈની સાથે રાજકીય ઊથલપાથલો પાછળ 2022ની વિધાનસભાની ચૂંટણી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આખી રૂપાણી સરકારને ઘરભેગી કર્યા બાદ હવે ભાજપના ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર થઇ રહ્યાં છે, જેના આધારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં આવી શકે છે. આ મામલે નવા મંત્રીઓની યાત્રાઓની સાથે સંગઠન દ્વારા ધારાસભ્યોની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

[google_ad]

ગુજરાતમાં સંપૂર્ણ પરિવર્તનની દિશામાં ભાજપે કરેલી આગેકૂચમાં રૂપાણી સરકાર અને તેના તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા બાદ પક્ષના ધારાસભ્યો અને સાંસદોની ચિંતા વધી ગઈ છે, કેમ કે નો-રિપીટ થિયરી હવે પક્ષના સિનિયરોને પણ લાગુ થશે તેમજ ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને રિપીટ ન કરવા અને આ માપદંડ સૌને માટે સરખા એવો સંદેશ પણ આપવામાં આવે એવી શક્યતા છે.

[google_ad]

દેશમાં 2024ની લોકસભા ચૂંટણી તો ઠીક, પણ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી ભણી ભાજપ આગળ વધી રહ્યો છે. એમાં પણ હાલની ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો અને એ પછી ઉત્તરપ્રદેશ સહીતનાં રાજ્યોમાં ભાજપતરફી કેવું વાતાવરણ બને છે એના આંતરિક સર્વેના આધારે પક્ષના હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવાઈ શકે છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે જ ગુજરાતમાં ધરખમ ફેરફારોની સાથે ફાસ્ટ્રેક મોડ પર પ્રચાર અને પ્રવાસ ચાલુ કરવામાં આવ્યો છે.

[google_ad]

advt

ભાજપે પાટીદારો અને પક્ષમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડતા મૂકવાની સાથે સરકારના સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, હાઈકમાન્ડના પ્રિય કહેવાતા પ્રદીપસિંહ જાડેજાને પણ ઘેર બેસાડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, કોંગ્રેસ છોડી ‘પ્રોમિસ’ સાથે આવેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવાને પણ રિપીટ ન કરવામાં આવતાં હવે ભાજપના સામાન્ય ધારાસભ્યોમાં પણ ફફડાટ ફેલાયો છે કે આખી સરકારને ઘેર મોકલી દીધી છે તો અમારું શું થશે?

[google_ad]

 

એક દલીલ એવી થાય છે કે રૂપાણી સરકારના મોટા ભાગના મંત્રીઓ 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના હતા, જેને કારણે આખી સરકારમાં બધું જાણે ‘બીબાઢાળ’ થઈ ગયું હોય તેવો માહોલ ગાંધીનગરમાં જોવા મળતો હતો. એટલું જ નહીં, સરકાર ભાજપની હોવા છતાં અધિકારીઓ જ ચલાવતા હોવાની છાપ પડી ગઈ હતી, જેમાં કેટલાંક ચોક્કસ અધિકારીઓ મંત્રી કરતાં પણ શક્તિશાળી બનીને નિર્ણયો કરતા હતા અને પક્ષને પણ ગાંઠતા નહોતા.તો બીજી બાજુ, વર્ષોથી મંત્રીપદ મેળવી રહેલા મોટા ભાગના મંત્રીઓ એવું માનતા હતા કે સત્તા કાયમી છે.

[google_ad]

 

રૂપાણી સરકારની આવી વર્તણૂક અને કામગીરીને કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને હાઇકમાન્ડ સુધી એવા અહેવાલો અને ફરિયાદો પહોંચી જતાં ભાજપના હાઇકમાન્ડને એન્ટી-ઇન્કમ્બન્સીની વેવ આવતી હોય એવું જણાતું હતું અને એમાં થોડો બદલાવ નહિ આવે એવું ચિંતન દિલ્હીમાં થયું અને ગુજરાતમાં તેથી જ સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે.

[google_ad]

 

ભાજપે ગુજરાતમાં ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશનાં પરિણામોમાંથી બોધપાઠ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ જેવા મજબૂત મુખ્યમંત્રી હોવા છતાં 2018ની ચૂંટણીમાં પરાજય મળ્યો હતો, કારણ કે 13 વર્ષનું શાસન હતું અને ગુજરાતમાં તો ભાજપના શાસનને 25 કરતાં વધુ વર્ષ થયાં છે.

[google_ad]

 

ગુજરાતમાં હજુ માત્ર સરકાર જ બદલાઈ છે, આગામી દિવસોમાં પરિસ્થિતિ અને પક્ષની વ્યૂહરચના મુજબ સ્થાનિક સ્તરે પણ મોટે પાયે બદલાવ આવી શકે છે, પરંતુ કાર્યકર્તા-લોકો નારાજ થવા જોઈએ નહિ એ થીમ હતી.

[google_ad]

 

ગુજરાતમાં આખી સરકારમાં બદલાવ કરવામાં આવ્યા બાદ પડતા મુકાયેલા મંત્રીઓ પણ હવે એમાં પક્ષ માટે કેવું કામ કરે છે એના પરથી જ તેમનું ભાવિ નિશ્ચિત થશે. એની સાથે સાથે હાલના મંત્રીઓની કાર્યક્ષમતા પણ દાવ પર લાગી ગઈ છે, કેમ કે તેમની પાસે સમય ઓછો, અનુભવ ઓછો અને ચૂંટણીની મોટી જવાબદારી આવી પડશે, એના માટે પક્ષની સાથે રહી અગાઉની સરકારની એન્ટી-ઇન્કમ્બન્સીને દૂર કરી પ્રજાનો પ્રેમ મેળવવાનો છે.

 

From – Banaskantha update


Share