માલગઢના તલાટી કમમંત્રીને માહિતી આયોગે રૂા.15 હજારનો દંડ ફટકાર્યો

Share

ડીસા તાલુકાના સૌથી મોટા ગામ ગણાતાં માલગઢ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રીને અરજદારને માહિતી ન આપવા બદલ રાજ્ય માહિતી આયોગ દ્વારા રૂા. 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ તલાટીએ પોતાના પગારમાંથી કપાત કરીને ભરવાનો આદેશ કર્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના અરજદાર અમરતલાલ લચ્છાજી પઢિયાર દ્વારા ગ્રામ પંચાયત વિશે ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને જાહેર માહિતી અધિકારી પાસે માહિતી અધિકાર અન્વયે માંગણી કરી હતી. જો કે, તલાટીએ અરજદારને નિયત સમય મર્યાદામાં માહિતી ન આપતાં અરજદારે ડીસા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને પ્રથમ અપિલ અધિકારી સમક્ષ માહિતીની માંગણી કરી હતી. જો કે, સમય મર્યાદામાં કોઇ પ્રત્યુતર ન મળતાં અરજદારે રાજ્ય માહિતી આયોગ સમક્ષ પોતાની અપિલ નોંધાવી હતી.

[google_ad]

જેથી રાજ્ય માહિતી આયોગના માહિતી કમિશ્નર રમેશ જી. કારીયાએ અરજદારને યોગ્ય રીતે જવાબ ન આપવા અને જાહેર માહિતી અધિકાર કાયદા અન્વયે માહિતી પૂરી ન પાડવા બદલ ડીસા તાલુકાના માલગઢ ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી અને તલાટી કમમંત્રી વી.જી. કંકોડીયાને રૂા. 15 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ તલાટીએ પોતાના પગારમાંથી ભરવાની અને સમય મર્યાદામાં તલાટી દંડ ન ભરે તો તેના પગાર ભથ્થામાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવાનો પણ માહિતી આયોગે આદેશ કર્યો હતો.

[google_ad]

માલગઢ ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા કોઇને પણ સરખો જવાબ આપવામાં આવતો ન હતો. વિદ્યાર્થીઓને દાખલા, ગ્રામજનોને જન્મ-મરણની નોંધ અને ખેડૂતોને ઉતારા લેવા માટે પણ દરરોજ ધક્કા ખવરાવવામાં આવતા હતા તેમજ આ તલાટીને નહીં ગ્રામજનોમાં ભારે રોષ હતો.

 

From – Banaskantha Update


Share