બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાંથી બુધવારે એલ.સી.બી. પોલીસની ટીમે ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે એક પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી છે. પિસ્તોલ અને કારતૂસ સહીત રૂા. 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેરમાંથી બુધવારે ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે એક રાજસ્થાની શખ્સની અટકાયત કરી છે. જીલ્લા એલ.સી.બી. ટીમને બુધવારે ખાનગી રાહે બાતમી મળતાં જ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પાલનપુરથી અમદાવાદ તરફ જતાં રસ્તા પર આવેલ બ્રિજના છેડે એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતાં તેની તલાશી લીધી હતી.
[google_ad]
રાજસ્થાની શખ્સ પાસે રહેલાં થેલામાં તપાસ કરતાં તેમાંથી ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી એલ.સી.બી. પોલીસની ટીમે ત્રણ પિસ્તોલ, 20 જીવતા કારતૂસ અને મોબાઇલ સહીત કુલ રૂા. 68 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
[google_ad]

જ્યારે રાજસ્થાનના જાલોર જીલ્લાના કુંડકી ગામમાં રહેતાં સચિન વિશ્નોઇ સામે આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update