લીલોતરી માટે કોનોકાર્પસ વૃક્ષોનું વાવેતરએ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે

Share

આજના સમયમાં જંગલોના નીકળી રહેલા નિકંદનને પગલે ગ્લોબલ વોર્મિંગ અસરો ખતરનાક હદ સુધી પ્રસરી ગઈ છે અને લોકો હવે ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા માટે જાણે અજાણે પૃથ્વીને નુકશાન પહોંચાડી રહ્યા છે. અત્યારે લોકો જે રીતે લીલોતરી માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે. પરંતુ આ કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

[google_ad]

 

વૈભવી બંગલા, આલીશાન હોટેલ અને પાર્કની શોભામાં વધારો કરતાં કોનોકાર્પસ વૃક્ષો આજકાલ એક ફેશન બની રહ્યા છે. ઘાટા લીલા પાંદડા અને ગમે તેવી ઋતુમાં પણ ખૂબ જ ઝડપથી વિકાસ પામતું કોનોકાર્પસ વૃક્ષ દેખામાં ખૂબ જ સુંદર લાગે છે. અને તેની સુંદરતાના લીધે જ છેલ્લા કેટલાંક વર્ષોથી આ વૃક્ષનું વાવેતર કરવાનો એક પ્રકારનો ક્રેજ શરૂ થઈ ગયો છે. અને લોકો પણ અત્યારે મોટા પ્રમાણમાં કોનોકાર્પસ વૃક્ષનું વાવેતર કરી રહ્યા છે. ચોક્કસ કોનોકાર્પસ વૃક્ષ દેખાવમાં સુંદર લાગે છે અને ઝડપથી વધી જવા સાથે છાંયડો પણ આપે છે. પરંતુ પર્યાવરણ માટે આ વૃક્ષ ખૂબ જ ખતરનાક હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

[google_ad]

ડીસાના તબીબ અને છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ સંવર્ધનની કામગીરી સાથે સંકળાયેલા ડો.મેહુલભાઈ મોઢ જણાવી રહ્યા છે કે, કોનોકાર્પસ વૃક્ષ જમીનમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ચૂસે છે. આ ઉપરાંત આ વૃક્ષ ગમે તેવી જમીન અને ગમે તેવા વાતાવરણમાં પણ ઝડપથી વિકાસ પામે છે. અને તેના લીધે ઘણીવાર આ વૃક્ષ જમીનમાં નાંખવામાં આવેલી પાઇપલાઇનને નુકશાન પહોંચાડવા ઉપરાંત મકાનોને પણ નુકશાન પહોંચાડે છે.

[google_ad]

વધુમાં તબીબ જણાવી રહ્યા છે કે અગાઉ પાકિસ્તાન દ્વારા કરાંચીમાં તાપમાનમાં થતાં વધારાને લઈ મોટાપાયે કરાંચીમાં કોનોકાર્પસના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોનોકાર્પસની આડ અસરને પગલે કરાંચીમાં ભૂગર્ભ જળ ઊંડા જવા માંડયા અને તેની આડ અસરો થવા લાગી ત્યારે તાત્કાલીક પાકિસ્તાન સરકાર દ્વારા વાવેતર કરવામાં આવેલા તમામ કોનોકાર્પસ વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોનોકાર્પસ વૃક્ષના મૂળિયાં જમીનમાં ઉતરીને લગભગ 150 ફૂટની ત્રિજ્યામાં ભૂગર્ભમાંથી પાણી ખેંચી નાંખે છે. ત્યારે બનાસકાંઠા જેવા જીલ્લામાં કે જ્યાં ભૂગર્ભ જળસ્તર દિવસેને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે તેવા વિસ્તારમાં કોનોકાર્પસના વૃક્ષો પર પ્રતિબંધ મૂકવાની પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.\

[google_ad]

જે રીતે પર્યાવરણપ્રેમીઓ કોનોકાર્પસ વૃક્ષની આડ અસર બતાવી રહ્યા છે તે જોતાં અત્યારે પર્યાવરણ પ્રેમીઓ પર્યાવરણની રક્ષા માટે જે વૃક્ષો વાવી રહ્યા છે તે જ વૃક્ષ અજાણતાં પર્યાવરણને ગંભીર નુકશાન પહોંચાડી રહ્યું છે. ત્યારે લોકોએ દેખાદેખીના બદલે વડ,પીંપળ,આસોપાલવ, લીમડો અને ઉંબરી જેવા વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય.

 

From – Banaskantha Update


Share