દાંતાના આદિજાતિઓ માટે રૂ. 22.81 કરોડની સંકલિત ડેરી વિકાસ યોજના અમલમાં મૂકાઇ : પશુપાલનના વ્યવસાયથી ટ્રાયબલ વિસ્તારમાં આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલ્યા

- Advertisement -
Share

આ યોજનામાં સરકાર તરફથી 2 ભેંસો મળી છે : ગામની મંડળીમાં 300 સભાસદો દૂધ ભરાવે છે

 

ગુજરાતના પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારો એટલે મહદઅંશે ડુંગરાળ અને જંગલ વિસ્તાર આદિજાતિ વિસ્તારોના ઝડપી, સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સહીત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે.
આદિજાતિ વિસ્તારોમાં રૂબરૂ જઇને જોઇએ. ત્યારે વિકાસ અને જાગૃતિનો સુંદર અનુભવ થાય. ઠેર-ઠેર પાકા ડામર રસ્તાઓ, પૂરતી સંખ્યામાં શાળાઓ અને હોસ્ટેલો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પીવાના પાણીની સગવડ સહીત તમામ સુવિધા સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, માર્ગદર્શન અને સક્રીય પ્રયાસોથી આદિજાતિ વિસ્તારો સહીત રાજ્યના તમામ વિસ્તારોમાં ઝડપી અને સર્વાંગી વિકાસ તેમજ
સુશાસનથી ગુજરાત વિશ્વકક્ષાએ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઝડપી નિર્ણયો અને પ્રગતિશીલ અભિગમથી રાજ્ય સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓથી રાજ્યની વિકાસકૂચ વેગવંતી બની છે.
પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલી આદિજાતિ મહીલાઓ પણ સ્વનિર્ભર બની સારી આવક મેળવી શકે અને પશુપાલનના વ્યવસાયમાં રોજગારી વધારવા માટે સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મૂકવામાં આવેલી છે.
આદિવાસી કુટુંબો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા કાયમી આવક મેળવતા થાય તે હેતુથી આ યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ કુલ 3,500 આદિજાતિ લાભાર્થીઓ માટે રૂ. 22.81 કરોડની
જોગવાઇ કરવામાં આવેલી છે. બનાસકાંઠા જીલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરીના નિયંત્રણ હેઠળ બનાસ ડેરી દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.
આ યોજના અન્વયે આદિજાતિ કુંટુંબને 2 દૂધાળા પશુ અને આનુસાંગિક લાભ જેવા કે, વાસણની કીટ, પશુ વીમો, પશુ દાણ, ટ્રાન્સ્પોર્ટેશન, પશુ સારવાર અને તાલીમ આપવામાં આવે છે.
આ યોજનામાં આદિજાતિ મહીલા લાભાર્થીઓને 2 ભેંસો આપવામાં આવે છે. એક ભેંસની માન્ય કિંમત રૂ. 54,400 છે. જેમાં ભારત સરકાર દ્વારા રૂ. 17,400 ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા રૂ. 15,000 ની સહાય અપાય છે.
ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા રૂ. 20,000 ની 6 ટકાના સાદા વ્યાજની લોન આપવામાં આવે છે અને રૂ. 2,000 લાભાર્થીનો ફાળો હોય છે. આદિજાતિ ભાઇ-બહેનો આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્યકક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે.

 

આ અંગે દાંતા તાલુકાના સાંઢોસી ગામના વતની અને આ યોજનાના લાભાર્થી પરસોત્તમભાઇ બાબુભાઇ ડાભીએ જણાવ્યું કે, ‘અમને સરકાર તરફથી 2 ભેંસો મળી છે. સરકારની આ યોજનામાં અમને ભેંસ મળતાં અમે દૂધ મંડળીમાં દૂધ ભરાવીએ છીએ.
પગાર નિયમિત મળે છે એટલે ઘરનું સંચાલન સારી રીતે કરી શકીએ છીએ અને બાળકો પણ ભણાવીએ છીએ. સરકારે અમને ભેંસો આપી એટલે દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃધ્ધિ અને આવકમાં વધારો થયો છે.’
આ અંગે સાંઢોસી ગામના જ બીજા લાભાર્થી સૂર્યકાંતભાઇ ગુલાબભાઇ ગમારે જણાવ્યું હતું કે, ‘સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા સ્પેશ્યલ હેઠળ સરકારે અમને ભેંસો આપી છે. આ ભેંસોના લીધે દૂધના ધંધાનો સારો એવો વિકાસ થયો છે. જેના લીધે ટ્રાયબલ એરીયામાં ખૂબ વિકાસ, સારો વિકાસ થયો છે.
તે બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવીએ છીએ. દર 15 દિવસે દૂધનો પગાર મળે છે. આ વખતે દૂધનો નફો પણ સારો આવતા ઘરનું સંચાલન સારી રીતે કરીએ છીએ.’
આ અંગે દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તાર સાંઢોસી ગામની દૂધ મંડળીના મંત્રી હસુભાઇ દેવાભાઇ ડાભી જણાવ્યું હતું કે, ‘સંકલિત ડેરી વિકાસ યોજના-દાંતા સ્પેશ્યલના હેઠળ અમારા ગામમાં ગયા વર્ષે 55 જેટલાં આદિજાતિ લાભાર્થીઓને ભેંસો આપવામાં આવી હતી અને આ વર્ષે 45 ભેંસો આપવામાં આવી છે.
અમારી ગામની મંડળીમાં 300 સભાસદો દૂધ ભરાવે છે. આ યોજનાના અમલીકરણ પછી દૂધની આવકમાં વધારો થયો છે. જેનાથી આ વિસ્તારમાં સુખદ પરિવર્તન આવી રહ્યું છે. આવી યોજનાઓ આદિજાતિ કુટુંબો માટે આશિર્વાદરૂપ છે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!