થરાદમાં અપહરણ અને બળાત્કાર કરનાર આરોપીને સાત વર્ષની કેદની સજા : રૂ. 10,000 નો દંડ ફટકાર્યો

- Advertisement -
Share

થરાદ તાલુકાના દૂધવા ગામના દલિતે ભાગીયા તરીકે પરિવાર સાથે રહેતી યુવતીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષે કેસનું જજમેન્ટ આવતાં એડીશનલ ડીસ્ટ્રીક્ટ અને નામદાર સેશન્સ કોર્ટે ચૂકાદો કરતાં સાત વર્ષની કેદની સજા અને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો હતો. જેમાં દંડ નહી ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના દૂધવા ગામના નાથાભાઇ મોડાભાઇ દલિત (હરિજન) ભાગીયા તરીકે પરિવાર સાથે રહેતી યુવતીનું તા. 4 ઓગષ્ટ 2018 ના રોજ રાત્રિના સુમારે મોઢું દબાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યું હતું. જ્યારે અપહરણ કર્યાં બાદ અલગ-અલગ જગ્યાએ લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષે કેસનું જજમેન્ટ આવતાં એડીશનલ ડીસ્ટ્રીક્ટ અને નામદાર સેશન્સ કોર્ટે ચૂકાદો કરતાં સરકારી વકીલ આર. ડી. જાષીની દલીલોને માન્ય રાખી જજ ડી.એસ. પરમારે સાત વર્ષની કેદની સજા અને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો હતો. જેમાં દંડ નહી ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. જ્યારે દુષ્કર્મ આચરનાર આરોપીને સજા ફરમાવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!