અંબાજીમાં સદાવ્રતમાં હજારો સંખ્યાની માઇભક્તો છેલ્લા દોઢ વર્ષથી ભોજન પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવે છે

Share

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે લાખ્ખોની સંખ્યામાં માઇભક્તો માંના ચરણોમાં શિશ નમાવવા આવતાં હોય છે. ત્યારે લાખ્ખો યાત્રીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે અંબાજીમાં નિઃશુલ્ક સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે અને આ સદાવ્રતમાં રોજના હજારો લોકો પ્રસાદ સ્વરૂપે ભરપેટ ભોજન મેળવી રહ્યા છે.

[google_ad]

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં અરવલ્લીની ગિરીમાળાઓ વચ્ચે માં અંબાનું ધામ અંબાજી આવેલું છે. ભારતના 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવતાં આ મંદિર પર બારેમાસ શ્રધ્ધાળુઓની ભીડ લાગેલી હોય છે અને વર્ષ દરમિયાન લાખ્ખોની સંખ્યામાં માઇભક્તો માંના દર્શન કરવા માટે દૂરદૂરથી આવતાં હોય છે.

[google_ad]

ત્યારે અંબાજી મંદિર પર દર્શન કરવા આવનારા ભક્તોને અંબાજીમાં જ નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને બનાસકાંઠા જીલ્લાના કલેક્ટર આનંદ પટેલે અંબાજી ખાતે સદાવ્રત શરૂ કરવાની જીલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓને અપિલ કરી હતી.

[google_ad]

જીલ્લા કલેક્ટરની આ અપિલને પગલે ડીસાના જય જલીયાણ ચેરીટેબલ-ટ્રસ્ટે આગળ આવીને અંબાજીમાં સદાવ્રત શરૂ કરવાનું બીડું ઝડપી લીધું હતું. છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસના લીધે અંબાજી મંદિર બંધ હતું અને તા. 12 જૂનના મંદિર ખૂલતાં જ તા. 14 જૂનથી અંબાજીમાં દેવસ્થાન-ટ્રસ્ટ દ્વારા જે અંબિકા ભોજનાલય ચાલતું હતું તે સ્થળ પર જ સદાવ્રત શરૂ કરી દેવામાં આવ્યું હતું.

 

[google_ad]

આ સદાવ્રતમાં દિવસે માતાજીને જે બાળભોગ ધરાવવામાં આવે છે. તેમાંથી શાક સાથે રોટલી અથવા પૂરી, દાળ-ભાત અને પાપડ પીરસવામાં આવે છે અને રાત્રે માતાજીને ધરાવવામાં આવેલા રાજભોગમાંથી ભાખરી, કઢી-ખીચડી સાથે શાક પીરસવામાં આવે છે. આ ઉપરાંત દર પૂનમ અને દર રવિવારના દિવસે સદાવ્રતમાં ભોજન પ્રસાદ લેવા આવતાં માઇભક્તોને બુંદી અને ગાંઠીયાનો પ્રસાદ પણ આપવામાં આવે છે.

[google_ad]

મંદિરમાં શ્રધ્ધાળુઓ માટે ભોજન તૈયાર કરવા માટે અત્યાધુનિક રસોડું પણ બનાવવામાં આવ્યું છે અને રસોઇ તૈયાર કરતી વખતે સફાઇનું પણ ખૂબ જ ધ્યાન રાખવામા આવી રહ્યું છે. લગભગ 80થી વધુ લોકો અંબાજીમાં આવેલા આ સદાવ્રતમાં અવિરત મહેનત કરીને ભક્તોને સમયસર ભોજન પુરૂ પાડી રહ્યા છે.

Advt

[google_ad]

માંના ધામમાં દર્શન કરવા માટે આવતાં ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ ભોજન લેવા માટે જલીયાણ સદાવ્રત પર પહોંચે છે. દૂરદૂરથી આવતાં ભક્તો આ સદાવ્રતમાં ભોજન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે અને અહીંથી પીરસવામાં આવતાં ભોજનની ગુણવત્તાથી પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

 

[google_ad]

અંબાજીમાં બહારથી આવતાં શ્રધ્ધાળુઓ અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે લોકોને ભોજન પ્રસાદ લેવામાં અગવડતા ન પડે તે માટે બંને વિભાગ અલગ કરવામાં આવ્યા છે. જલીયાણ સદાવ્રતમાં આ વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોને બે ટાઇમ ભોજન મળી રહેતાં હવે આ પછાત વિસ્તારના લોકો માટે ભોજનનો પ્રશ્ન ઉકેલાઇ ગયો છે. આ ઉપરાંત તા. 14 જૂનથી શરૂ થયેલા આ સદાવ્રતમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકો ભોજન પ્રસાદનો લાભ લઇ ચૂક્યા છે અને અત્યારે પણ સરેરાશ દૈનિક હજારોની સંખ્યામાં માઇભક્તો ભોજન પ્રસાદનો અવિરત લાભ લઇ રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share