પાલનપુરના આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ખોટુ નામ ધારણ કરી ટેસ્ટ આપવા જતા નોંધાઇ ફરિયાદ

Share

પાલનપુર આરટીઓ કચેરી ખાતે ફોર વિલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આજે એક યુવક ખોટું નામ ધારણ કરી ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક પર પકડાઈ જતા આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષકએ બે શખ્સો વિરુદ્ધ પાલનપુર સીટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.

File Photo

[google_ad]

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલ આરટીઓ કચેરી ખાતે જિલ્લાના લોકો વાહન પારસિંગ માટે તેમજ લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી લાયસન્સ નીકાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અથવા લાયસન્સ માટે પરીક્ષા લેવાતી હોય છે. ત્યાં અનેકવાર અન્ય ખોટું નામ ધારણ કરી ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ લાયસન્સ માટે પરીક્ષા આપવા આવતા અનેક વાર લોકો પર શંકા જતા તેના પર કાર્યવાહી કરવા આવે છે.

File Photo

[google_ad]

ત્યારે આવો જ એક બનાવ બનાવા પામ્યો છે. પાલનપુર આરટીઓ કચેરી ખાતે ફોર વિલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કિશોરકુમાર નરસિંહજી ગેલોત નામનું ડ્રાઇવિંગ ટેસ્ટ ફોર્મ ફરી અન્ય વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા કિશોરકુમાર નરસિંહજી ગેલોત રહે.88 માળીવાસ શેરપુરાએ મોકલેલ ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક પર જતાં ફરજ પરના આધિકારી દ્વારા શંકા જતા કિશોરકુમાર નરસિંહજી ગેલોતએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મોકલેલ અન્ય વ્યક્તિનું આધારકાર્ડ માંગતા તેનું આધારકાર્ડ તપાસ કરતા સંજયકુમાર રમેશભાઈ માળી રહે.શિવનગર ચાર રસ્તા ડીસાનો જાણવા મળે ત્યારે અધિકારી દ્વારા સંજયકુમાર માળીને વધુ પૂછપરછ કરતા સંજયકુમારે જણાવેલ કે કિશોરકુમાર નરસિંહજી ગેલોતને ફોર વિલર ડ્રાઇવિંગ આવડતું નથી જેથી હોન્ડા સીટી જેનો નંબર MH-01-NA-8442 ગાડી લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવ્યો છે.

Advt

[google_ad]

જેથી ફરજ પરના કર્મચારીએ કિશોરકુમાર નરસિંહજી ગેલોત ક્યાં છે તેવું પૂછતાં સંજયકુમાર માળીએ જણાવેલ કે કિશોરકુમાર નરસિંહજી ગેલોત આરટીઓ કચેરી બહાર છે. જેથી ફરજ પરના કર્મચારીઓએ કિશોરકુમાર નરસિંહજી ગેલોત ડ્રાઇવિંગ ટેસ્ટ બોલાવાનું કહેતા કિશોરકુમાર નરસિંહજી ગેલોત અંદર આવેલ ત્યાર બાદ ફરજ પરના કર્મચારીઓએ આ બાબતે પ્રાદેશિક વાહન વ્યહેવાર અધિકારી કે કે ઉપાધ્યાયને જણાવેલ કે ડમી નામ ધારણ કરનાર સંજયકુમાર રમેશભાઈ માળી રહે.શિવનગર ચાર રસ્તા ડીસા વાળો કિશોરકુમાર નરસિંહજી ગેલોત 88 માલિવાસ શેરપુરા ડીસા વાળોના નામે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવતા ખોટા વ્યક્તિના નામે ઠગાઈ કરી આરટીઓ કચેરીના ટ્રેક પર બિનધિકૃત રીતે પ્રવેશ કરી ખોટા નામે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાનું આયોજન કરતા પાલનપુર આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક એ બે શખ્સો કિશોરકુમાર નરસિંહજી ગેલોત તેમજ સંજયકુમાર રમેશભાઈ માળી વિરુદ્ધ પાલનપુર સીટી પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

From – Banaskantha Update


Share