ડીસામાં સેન્ટીંગના સામાનની બે ચોરીનો ભેદ ઉકેલાયો : દક્ષિણ પોલીસે શખ્સને ઝડપી પાડયો

Share

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે ડીસા દક્ષિણ પોલીસે બાતમીના આધારે સોમવારે સેન્ટીંગના 164 ફરમાઓ કિંમત રૂ. 71,700 ના મુદ્દામાલ સાથે ડીસા દક્ષિણ પોલીસે એક શખ્સને ઝડપી પાડી બે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે ચોરીમાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ ડીસા ક્રિષ્ણા પાર્ક ભાગ-1 માં રહેતાં હીતેશપુરી બાબુપુરી ગૌસ્વામીએ પોતાના ઘરના ધાબા ઉપર સંતાડીને રાખ્યા હતા. તે બાતમીના આધારે સોમવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો સાથે મોકલી હીતેશપુરી બાબુપુરી ગૌસ્વામી (રહે. ક્રિષ્ણા પાર્ક સોસાયટી, ભાગ-1, ડીસા, તા.ડીસા, મૂળ રહે. રાણપુર પહેલોવાસ, તા.ડીસા) ના ઘરે જઇ તપાસ કરાવતા તેના ઘરના ધાબા ઉ૫રથી સેન્ટીંગના ફરમાઓ નંગ-164 મળી આવ્યા હતા.

[google_ad]

 

Advt

 

 

જેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ નંગ-100, કિંમત રૂ. 50,000 અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ નંગ-64, કિંમત રૂ. 21,700 કુલ કિંમત રૂ. 71,700 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 


Share