દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવરાત્રિમાં પોલીસે વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં બનાસકાંઠાના એ.બી.વી.પી.ના સ્વંયસેવકોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરાયું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ત્યારે ઉમરા પોલીસે માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે વિદ્યાર્થીઓને ઢોરે માર માર્યાં હતા. ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાંક વિદ્યાર્થીઓની અટકાયત કરાઇ હતી.

[google_ad]

 

જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે પાલનપુરમાં એ.બી.વી.પી.ના સ્વયંસેવકોએ મંગળવારે સુરતની ઘટનાને વખોડી કાઢતાં જીલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યારે કલેક્ટર કચેરીમાં સુરત પોલીસના હાય હાયના અને મુર્દા બાદ મુર્દા બાદના નારા લગાવ્યા હતા. જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરત પી.આઇ. અને પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવા માંગ ઉચ્ચારી છે.

[google_ad]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં માત્રને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સ અન્ય કેટલીક સુચનાઓ આપી હતી. જ્યારે ઉમરા પોલીસે માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે વિદ્યાર્થીઓને ઢોરે માર માર્યાં હતા.

[google_ad]

advt

 

કેટલાંક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જ્યારે પાલનપુરમાં એ.બી.વી.પી.ના સ્વયંસેવકોએ મંગળવારે સુરતમાં વિદ્યાર્થીઓને પોલીસે ઢોર માર મારતાં ઘટનાને વખોડી કાઢી છે. જ્યારે જીલ્લા કલેક્ટર કચેરી પહોંચી સુરત પોલીસના હાય હાયના અને મુર્દા બાદ મુર્દા બાદના સૂત્રોચ્ચાર કર્યાં હતા. જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરત પી.આઇ. અને પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવા માંગ ઉચ્ચારી છે. જાે માંગ નહીં સ્વીકારય તો પાલનપુર એ.બી.વી.પી.ના સ્વંયસેવકોએ સુરત પહોંચવાની ચિમકી ઉચ્ચારી છે.

 

From – Banaskantha Update


Share