ડીસામાં ઉત્તર પોલીસે ચોરીના ગુનામાં નાસતો-ફરતો શખ્સને ઝડપ્યો

Share

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી ચાર વર્ષ અગાઉ ચોરી કરી ચાર વર્ષથી નાસતો-ફરતો ચોરીને અંજામ આપનાર શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ચોરીને અંજામ આપનાર શખ્સોને જીલ્લાની પોલીસ દ્વારા ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે ચાર વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકની હદમાંથી ચોરીને અંજામ આપનાર નવાબ ઉર્ફે જાડીયો મોહમ્મદ પઠાણ (રહે. સુરત, ઉણપાટીયા, સુરત) વાળો છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો હોઇ જેની ડીસા ઉત્તર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી.

[google_ad]

advt

ત્યારે સોમવારે ડીસા ઉત્તર પોલીસના હેડ કોન્સ્ટેબલ જયંતિભાઇ ધર્માભાઇને ખાનગી બાતમી મળતાં ચાર વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકની હદમાં ચોરી કરનાર નવાબ ઉર્ફે જાડીયો મોહમ્મદ પઠાણ ડીસામાં છે. તેવી બાતમી મળતાં ડીસા ઉત્તર પોલીસના હેડ કોન્સ્ટેબલ જયંતિભાઇ ધર્માભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જોગાજીએ શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે ઉત્તર પોલીસે શખ્સ સામે વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share