યાત્રાધામ અંબાજીમાં કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યાં

Share

મંત્રીએ વહેલી સવારની મંગળા આરતીમાં સજાેડે માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતાજી ખૂબ શક્તિ આપે આપણે સૌ આ કોરોનામાંથી જલ્દી બહાર આવીએ અને કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં જેવી માતાજીને પ્રાર્થના કરી કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધા અને શક્તિ, ભક્તિ તેમજ આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલે સહપરિવાર શક્તિ આરાધનાના પર્વ સાતમા નોરતાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના તેમજ આરતી કરી હતી. મંત્રીએ વહેલી સવારની મંગળા આરતીમાં સજાેડે માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

 

 

અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે અંબિકેશ્વર મહાદેવ અને ભૈરવજીના દર્શન પણ કર્યા હતા. અંબાજી મંદિર પરિસરમાં આવેલી માતાજીની ગાદી પર જઇને ભટ્ટજી મહારાજના આશિર્વાદ લીધા હતા. આ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે લોકોની સેવા માટે નરેન્દ્રભાઇ મોદીને માતાજી ખૂબ શક્તિ આપે અને આપણે સૌ આ કોરોનામાંથી જલ્દી બહાર આવીએ તેમજ કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.’

 

 

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. મંત્રીની સાથે અમદાવાદ-ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

 

From-Banaskantha update

 


Share