બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

 

બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ગઢ વિસ્તારમાંથી વિદેશી દારૂની 347 નંગ બોટલ સહીત કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ ગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડીસા તરફ એક આઇ-20 કાર નં. GJ-18-BF-5796 માં વિદેશી દારૂ ભરી ચંડીસર તરફ આવનાર છે. જે બાતમીના આધારે ચંડીસર હાઇવે રોડ પુલ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી.

 

 

 

પોલીસની વોચ દરમિયાન આઇ-20 કારનો પીછો કરતાં ચંડીસર પુલ નીચે આઇ-20 કાર મૂકી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડી જોતાં વિદેશી દારૂની 347 બોટલ નંગ જેની કિંમત રૂ. 1.37 લાખનો મુદ્દામાલ અને આઇ-20 કાર સાથે રૂ. 5,37,400 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ગઢ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

 

From-Banaskantha update

 


Share