ડીસાના ભણશાળી ક્વાર્ટરમાં મહીલાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કરતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Share

ડીસાના ભણશાળી ક્વાર્ટરમાં ચાર દિવસ અગાઉ મહીલાએ આત્મહત્યા કરી હતી. જેમાં મંગળવારે મૃતક મહીલાના પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકે મૃતક મહીલાના પતિ અને સસરા દ્વારા મૃતક મહીલાને ત્રાસ આપી આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કરતાં મૃતક મહીલાના પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના વાવમાં આવેલ નવાવાસ અને ખીમાણાવાસ ખાતે રહેતાં કંકુબેન કુંભાભાઈ વેણ (ચમાર) ની દીકરી પાયલબેનના લગ્ન કિરણકુમાર કેશાભાઈ મકવાણા (રહે. ખીમાણાવાસ,વાવ) માં રહેતાં તેમની સાથે 2018 માં લગ્ન થયા હતા. એક વર્ષ બાદ કિરણકુમાર કેશાભાઈ મકવાણાને ડીસા ભણશાળી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી મળતાં ફરિયાદીની દીકરી પાયલબેને તેના પતિ કિરણકુમાર કેશાભાઈ મકવાણા સાથે ભણશાળી ક્વાર્ટરમાં રહેતાં હતા.

[google_ad]

જે બાદ અવાર-નવાર ફરિયાદીની દીકરી પાયલબેન તેમના ઘરે મળવા આવતાં જે બાદ એક વર્ષ સુધી કિરણકુમાર કેશાભાઈ મકવાણા ફરિયાદીની દીકરી પાયલબેનને સારી રીતે રાખી હતી. ત્યારબાદ પાયલબેનના પતિ કિરણકુમાર મકવાણા પાયલબેનને કહેવા લાગેલ કે, તારા પિતા પાસેથી રૂ. 2 લાખ લઈ આવ મારે ગાડી લાવી છે. જેથી પાયલબેન કહેતાં કે, મારા પિતા પાસે આટલી સગવડ નથી. છતાં પણ તે વારે ઘડીએ રૂ. 2 લાખની માંગણી કરતાં પાયલબેન તેના માતા-પિતાના ઘરે જઈ સમગ્ર વાત કહેતા પરંતુ તેમનો ઘર સંસાર ન બગડે તેમ સમજાવી પરત ડીસા તેમના પતિ કિરણકુમાર મકવાણા પાસે મોકલતાં તેમ છતાં કિરણકુમાર મકવાણાના પિતા કેશાભાઈ જીવાભાઈ મકવાણા રૂ. 2 લાખ લાવવા માટે કિરણકુમાર મકવાણાને ચડામણી કરતાં પાયલબેનને તેના પિતા પાસેથી રૂ. 2 લાખ લાવવા માટે કહેતાં જ્યારે પાયલબેન ના કહેતાં તો કિરણકુમાર મકવાણા પાયલબેનને ત્રાસ આપી મારઝૂડ કરી ગડદા પાટુનો માર મારતાં તેવી વાત પાયલબેન અવાર-નવાર તેના માતા-પિતાને કહેતી હતી પરંતુ પાયલબેનનો ઘર સંસાર ન બગડે જેથી પાયલબેનના માતા-પિતા અને તેના પરિવારે સમજાવીને તેના પતિ કિરણકુમાર મકવાણા પાસે ડીસા મોકલી હતી.

 

[google_ad]

પાયલબેન પાસે ફોન ન હોવાથી તેની જોડે ફરિયાદી વાત કરવા માટે તા. 06/10/2021 ના રોજ પાયલબેનના પતિ કિરણકુમાર મકવાણા સાથે સારી રીતે વાત કરી હતી. જે બાદ બીજા દિવસે પાયલબેનના માતા-પિતાએ તા. 07/10/2021ના રોજ પાયલબેનના પતિ કિરણકુમાર મકવાણાને ફોન કર્યો હતો પરંતુ ફોન રીસીવ કર્યો નહી. જે બાદ રાત્રિના 11:40 ના સમયે કિરણકુમાર મકવાણાના પિતા કેશાભાઈ જીવાભાઈ મકવાણા (રહે. ખીમાણાવાસ, વાવ) વાળાએ ફરિયાદના પતિ પર ફોન કરી કહેલ કે, તમારી દીકરી પાયલને સારવાર માટે ભણશાળી હોસ્પિટલમાં દાખલ કરી છે.

[google_ad]

 

 

જેથી પાયલબેનનો પરિવાર ડીસા દોડી આવ્યો હતો. ત્યારે પાયલબેન મૃત હાલતમાં હતી તેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેવું જાણવા મળતાં મૃતક પાયલબેનના પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકે મૃતક પાયલબેનને તેના પતિ અને તેના સસરા રૂ. બે લાખની માંગણી કરતાં હતા. જેથી મૃતક પાયલબેનના પરિવારે રૂ. 2 લાખ ન આપતાં મૃતક પાયલબેનને તેના પતિ કિરણકુમાર કેશાભાઈ મકવાણા અને તેના સસરા કેશાભાઈ જીવાભાઈ મકવાણા શારીરિક-માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવામાં માટેનું દુષ્પ્રેરણ કર્યું હતું. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે મૃતકના પરિવારે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share