ડીસા-પાલનપુર હાઇવે પર બાઇક ચાલકને બચાવવાં જતાં જીપડાલું પલટ્યું : 15 વ્યકિતઓ ઘાયલ

- Advertisement -
Share

15 જેટલાં વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

ડીસા તાલુકાના ડાવસ ગામનો ઠાકોર પરિવાર બુધવારે સિદ્ધપુરમાં શ્રાદ્ધ વિધી પતાવીને પરત આવી રહ્યો હતો. ત્યારે પરિવારને અકસ્માત નડયો હતો. બાઇક ચાલકને બચાવવા જતાં જીપડાલું પલ્ટી ખાઇ ગયું હતું.
જેમાં બેઠેલા 15 જેટલાં વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ડાવસ ગામનો ઠાકોર પરિવાર બુધવારે સિદ્ધપુરમાં સ્વજનની શ્રાદ્ધ વિધી કરવા ગયો હતો. જ્યાંથી જીપડાલામાં પરત ફરી રહ્યા હતા.
ત્યારે ડીસા-પાલનપુર રોડ પર કલ્યાણપુરાના પાટીયા નજીક રસ્તા વચ્ચે અચાનક બાઇક આવી જતાં જીપડાલા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
જીપડાલામાં બેઠેલા તમામ વ્યક્તિઓ રોડની સાઇડમાં ફંગોળાયા હતા. જેમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે 11 થી વધુ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
અકસ્માતની જાણ થતાં 108 વાન અને નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ વાન તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીકને ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!