ડીસાના નાગફણા નજીક બાઇક-એક્ટીવાનો અકસ્માત : બાઈક સવારે સારવાર દરમિયાન ગુમાવ્યો જીવ

- Advertisement -
Share

ડીસા તાલુકાના નાગફણા ગામ નજીક બાઇક અને એક્ટીવા સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર રોડ પર પછડાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું.

 

 

 

આ અંગેની વિગત જોઇએ તો, જીલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં ચિંતાજન રીતે વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક લોકોના જીવ ગુમાવવા પડ્યા છે. જ્યારે ડીસા તાલુકાના નાગફણા ગામ નજીક બાઇક અને એક્ટીવા સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

જે અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. જો કે, આ અક્સમાતમાં બાઇક સવાર રોડ પર પછડાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી યુવકને તાત્કાલીક સારવાર અર્થે ડીસાની ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જો કે, યુવકની હાલત ગંભીર હોઇ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!