બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગેરકાયદે ઓવરલોડ રેતીનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગે ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. થરાદ – ગાંધીધામ હાઇવે રોડ પરથી સાદી રેતીના ઓવરલોડેડ 3 ડમ્પરને ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. તેમજ 7.50 લાખની દંડકીય વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજચોરી ઝડપવામાં અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ આદરવામાં આવી હતી. જે દરમિયાન વાહન ચેકિંગ હાથ ધરી હતી તે સમયે થરાદ ગાંધીધામ હાઇવે રોડ પર ત્રણ ડમ્પરને રોકાવીને પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ કરતા GJ-24-V-8319 ટ્રકમાં 29 મેટ્રિક ટન GJ-02-VV-3877 ટ્રકમાં 29.510 મેટ્રિક ટન GJ-08-AU-3355 ટ્રકમાં 29.670 મેટ્રિક ટન ગાડીમાં સાદીરેતી ગેરકાયદેસર રીતે ઝડપી પાડી થરાદ પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે.

ભૂસ્તર વિભાગ દ્વારા ત્રણ ટ્રક પકડી પાડીને થરાદ પોલીસ સ્ટેશનમાં ખસેડી ટ્રક સહીત 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દંડકીય રકમ રૂપિયા 7.50 લાખની વસૂલાત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તર વિભાગ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ચાલુ વર્ષમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસ બનાસકાંઠા જિલ્લામાં વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!