ડીસામાં આદિવાસી ભીલ સમાજની ડે. ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

Share

ડીસામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજની બે દિવસીય ડે. ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું એકલવ્ય યુવા સંગઠન-ડીસા દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત અને રાજસ્થાન સહીત 23 ટીમોએ ભાગ લીધો હતો.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં અનેક સંગઠન દ્વારા અલગ-અલગ સમાજના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસામાં આદિવાસી ભીલ સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા-સંગઠન દ્વારા અનેક સમાજના લગતાં અને સેવાકીય કાર્યક્રમ હરહંમેશ કરતું આવ્યું છે.

[google_ad]

 

 

ત્યારે ફરી ડીસામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજ ડે. ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન એકલવ્ય યુવા-સંગઠન દ્વારા આયોજન કરાયું હતું.

[google_ad]

 

 

જેમાં ગુજરાત સહીત રાજસ્થાનમાંથી અલગ-અલગ 23 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસામાં આવેલ સ્પોર્ટ્‌સ ક્લબ અને ટી.સી.ડી. ગ્રાઉન્ડમાં બે દિવસીય ડે. ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

[google_ad]

 

 

જેમાં ગુજરાત સહીત રાજસ્થાનમાંથી આવેલ 23 ટીમોએ પર્ફોમન્સ બતાવ્યું હતું. જેમાં ફાઇનલમાં વિજયનગર ઇલેવન અને રાણીવાડા ઇલેવન ટીમની મેચ ડીસા સ્પોર્ટ્‌સ ક્લબમાં યોજાઇ હતી.

[google_ad]

જેમાં વિજયનગર ઇલેવનની ટીમ વિજેતા થઇ હતી. જેમને ડીસાના એકલવ્ય યુવા-સંગઠન દ્વારા રોકડ ઇનામ રૂ.10 હજાર રોકડા અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

[google_ad]

 

 

 

જ્યારે ઉપવિજેતા રાણીવાડા ઇલેવનની ટીમને રૂ.5100 રોકડા અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જ્યારે મેન ઓફ ધ મેચને ટી-શર્ટ આપી સન્માનિત કરાયા હતા.

[google_ad]

જ્યારે આદિવાસી ભીલ સમાજના આગેવાનો અને દાતાઓનું એકલવ્ય યુવા-સંગઠન દ્વારા સન્માન કરાયું હતું.

 

From – Banaskantha Update


Share