ડીસાના હિંદુ યુવા સંગઠને એક પરિવારને ઝૂંપડીમાંથી પાકું પતરાવાળું મકાન બનાવી આપ્યું

- Advertisement -
Share

જુના ડીસાના નવાપુરા ગામે રહેતો એક ગરીબ પરિવારની દયાજનક સ્થિતિમાં હિંદુ યુવા સંગઠન તેમની મદદે આવી 25 દિવસમાં પાકું પતરાવાળુ મકાન બનાવી આપ્યું હતુ. એમની આ મદદથી પરિવારજનોના ચહેરા ખૂશીથી ખીલી ઉઠ્યા હતા.

[google_ad]

ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઇ સોનીએ બજારમાં બે નાની દીકરીઓને ભીખ માંગતા જોઇ હતી. તેનું કારણ પૂછતાં જાણવા મળ્યું કે, જુના ડીસા નવાપુરા ગામના હંસાબેન દેવીપૂજક તેમના પતિ ચેતનભાઇની આંખોમાં મોતીજરા તેમજ અસ્થમાની બિમારી હોવાથી છુટક મજૂરી કરે છે.

[google_ad]

[google_ad]

બાકીના સમયમાં પતિ અને દીકરીઓની દેખભાળ રાખે છે. તેમની 5 દીકરીઓ ભારતી, સુરેખા, મંજ્યા, આશા, પૂજા પૈકી ભારતી અને આશા ભીખ માંગી ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. જેમના ફાટેલા ટુટેલા ઝૂંપડા પર એક વર્ષ અગાઉ તાડપત્રી નાંખી હતી. જોકે, આ વર્ષે તે પણ ફાટી ગઇ હતી.

[google_ad]

આથી આ અંગે સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની, દિપકભાઇ કચ્છવા, કુલદીપભાઇ પરમાર, ઘનશ્યામભાઇ સોની, જાલોઢાના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ ગૌસ્વામી, પ્રકાશસિંહ સોલંકી દસાણાવાસના આર્થિક સહયોગથી તેમજ કિશનભાઇ ગુજ્જર, પ્રવિણભાઇ બોરવાલ, મેહુલભાઇ ઠક્કરની મદદથી આ પરિવારના ફાટેલા – ટુટેલા ઝૂંપડામાંથી અગાઉ પાયા સુધી ચણતર કરેલું હતુ.

[google_ad]

ત્યાં માત્ર 25 દિવસમાં દિવસના 8 કલાક કામ કરાવીને પતરાવાળું પાકું બે ઓરડાવાળું મકાન તૈયાર કરી આપ્યું હતુ. મકાનમાં પ્લાસ્ટર કરી રંગ રોગાન કર્યું છે. તેમજ લાઇટ ફિટીંગ કરી આપી ઘરને ઝળહળતુ કર્યુ છે.

[google_ad]

હિંદુ યુવા સંગઠન દ્વારા હંસાબેન દેવીપૂજકને દીકરીઓ પાસે ભીખ ન મંગાવવાનું વચન લેવડાવવામાં આવ્યું હતુ. અને પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે તેમને શાકભાજીની લારી લઇ આપવામાં આવશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!