બાંગ્લાદેશની યુવતી ઘૂસણખોરી કરી પાલનપુરમાં આવી લગ્ન કર્યા : કોર્ટે 2 વર્ષની સજા ફટકારી

- Advertisement -
Share

બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરીને પોતાની ઓળખ છુપાવી બનાસકાંઠા જિલ્લાના યુવક સાથે લગ્ન કરનારી યુવતી સામે એક વર્ષ અગાઉ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડીશનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે યુવતીને બે વર્ષની કેદની સજાનો હૂકમ કર્યો હતો.

 

બાંગ્લાદેશના નારાયણગંજ જીલ્લાના ભોરપાની એક યુવતી એજન્ટો મારફતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતમાં આવી હતી. જે અમદાવાદ સહિતના શહેરોમાં કોલર્ગલ તરીકે રહી હતી. દરમિયાન બનાસકાંઠા જીલ્લાના એક ગામના યુવકના પરિચયમાં આવી હતી. જ્યાં યુવકે તેની સાથે લગ્ન કર્યા હતા.

 

જોકે, યુવતીએ પોતે બાંગ્લાદેશની હોવાની ઓળખ છુપાવી હતી. દરમિયાન યુવતી તેના મિત્ર સાથે પાલનપુર એરોમા સર્કલ પાસે હોવાની માહીતી મળતાં તત્કાલિન એસઓજી પીઆઇ ડી. આર. ગઢવીએ પીએસઆઇ એમ. કે. ઝાલા અને ટીમ સાથે મળી તેણીને ઝડપી લીધી હતી. જેની પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, બાંગ્લાદેશનું જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતુ. આ અંગે પશ્વિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

 

આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડીશનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવકુમાર દરજીએ વકીલ એસ.એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી યુવતીને ભારતીય દંડ સંહિતાની કલમ 465, 468, 471, તથા ફોરેનર્સ એકટ 1946ના કયાદની કલમ 14 (એ) (બી) તથા આધાર એકટ કલમ 34 મુજબ બે વર્ષની કેદની સજા અને રૂપિયા 10,000ના દંડનો હૂકમ કર્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!