અદાણી બાદ ટોરન્ટ ગ્રુપ વતનની વ્હારે : ખીમાણા ખાતે 22 લાખના ખર્ચથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે

- Advertisement -
Share

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેરાશ છે. આ વાયસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તથા આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા રાજય સરકાર અને વહીવટી તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો પોતાની યથાશક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યાં છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સૌથી મોટી જરૂરીયાત ઓક્સિજનની હોય છે.

 

 

 

બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ કે જેમણે દેશ – વિદેશમાં ધંધામાં પોતાની આગવી નામ મેળવી છે તેવા ઉધોગપતિઓને કલેકટર આનંદ પટેલે પોતાના વતનના જિલ્લામાં ઓક્શિજન પ્લાન્ટ નાંખવા માટે અપીલ કરી હતી. કલેકટર આનંદ પટેલે ટોરેન્ટ ગ્રુપના સુધીરભાઇ મહેતા સાથે વાત કરી કાંકરેજ તાલુકાના ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એસ.એ. ઓક્શિજન પ્લાતન્ટ નાંખવાની વાત કરી હતી.

 

 

 

 

તેને સ્વીકારી ટોરેન્ટ ગ્રુપે તાત્કાલીક ઓક્શિજન પ્લાન્ટ ઉભો કરવાના સાધનો મોકલી આપ્યા છે. રૂ. 22 લાખના ખર્ચથી આ ઓક્શિજન પ્લાન્ટ નિર્માણ પામશે. જેનાથી આ વિસ્તારના લોકોને સારવાર મેળવવામાં ખુબ ઉપયોગી સાબિત થશે.

 

 

થરાદ ખાતે ઓક્ષીજન પ્લાન્ટનું લોકપર્ણ કરતા કલેકટર અને પરબતભાઈ

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા સમયમાં વતનનું ઋણ અદા કરવા અદાણી ગ્રુપ બાદ ટોરેન્ટ ગ્રુપ જિલ્લાવાસીઓની મદદ આવ્યું છે. થરાદની સરકારી હોસ્પીટલમાં અદાણી દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાલન્ટનું આજે કલેકટર આનંદ પટેલ અને સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસવાસીઓ કોરોનાના કપરા સમયમાં વતનનું ઋણ ચુકવવા આગળ આવી રહ્યાં છે જેનાથી આ વિસ્તારના લોકોની ખુબ મોટી સેવા થશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!