ACBની સફળ ટ્રેપથી સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

- Advertisement -
Share

સરકારી લોકો ઘણી વાર લાંચ લેતા પકડાતા હોય છે. આ વખતે એક જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ ACB દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જેની અસર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે.

 

 

સરકારી લોકો જાણે સરકારી નોકરીને કમાણીનું સાધન સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં લાંચની રકમના આંકડા ચોંકાવનારા છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ACBએ લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરી છે.

 

 

તેમ છતાં હજી પણ કેટલાક લોકો એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. આવા જ એક જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી છે. ACBના ફરિયાદીના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે રૂપિયાની માંગણી કરી હતી.

 

 

ફરિયાદીના પતિ, બે દીકરા, જમાઈ અને અન્ય એક વ્યક્તિ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હોય તેઓને કોઇ હેરાનગતિ ન કરવા માટે અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ સહાયક પિયુષ નિમ્બાર્કે રૂપિયા 41 હજારની લાંચની માંગણી કરી હતી.

 

 

ત્યારે ACB દ્વારા છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ACB દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી હેલ્પલાઇન નંબર – 1064 પણ શરૂ કરવામાં આવ્યો છે. જે અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ ACB દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જેની અસર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે.

 

 

કારણ કે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટાડવા માટે ACB દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને લીધે લોકોમાં હવે જાગૃતતા પણ આવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!