પાલનપુરમાં વોર્ડ નં. 3 અને 4 ના રહીશોએ વરસાદી પાણીના નિકાલ માટે ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

ચોમાસામાં દર વર્ષે 30 જેટલાં મકાનો પાણીમાં ગરકાવ થઇ જાય છે

 

પાલનપુરના મફતપુરા અને હરીપુરામાં ચોમાસા દરમિયાન 30 જેટલાં મકાનો પાણીમાં ગરકાવ થઇ જશે. જેને લઇને હજારો લોકો પરેશાન થઇ ઉઠયા છે.
જેથી બુધવારે વોર્ડ નં. 3 અને 4 ના રહીશોએ વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો.
જ્યારે સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર સાથે ચીફ ઓફીસરને વરસાદી પાણીના નિકાલની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.
બનાસકાંઠા જીલ્લામાં ચોમાસા દરમિયાન અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે.
અને સ્થાનિક લોકો દ્વારા અનેકવાર વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરે છે.
પરંતુ આજદિન સુધી નીચાણવાળા વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલનો કોઇ પ્રશ્ન હલ કરાયો નથી.
જેથી પાલનપુરના વોર્ડ નં. 3 અને 4 ના રહીશો બુધવારે નગરપાલિકા કચેરીમાં ભારે વિરોધ નોંધાવી નગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી મફતપુરા અને હરીપુરામાં ચોમાસાના સમયમાં 30 જેટલાં મકાનો પાણીમાં ગરકાવ થઇ જાય છે. જેને લઇ હજારો લોકો પરેશાન થઇ રહ્યા છે.
ત્યારે સ્થાનિક લોકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો અને સ્થાનિક લોકોએ ચીફ ઓફીસરને વરસાદી પાણીના નિકાલની રજૂઆત સાથે આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!