મહાભારતમાં દ્રૌપદી બનશે દીપિકા, અને હવે રિતિકને મળ્યું આ મહત્વનું પાત્ર

- Advertisement -
Share

હાલમાં જ ખબર આવી હતી કે સ્ક્રીન પર મસ્તાની અને રાની પદ્મિનીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હવે જલ્દી જ દ્રૌપદીનું પાત્ર ભજવશે. નિર્દેશક નિતેશ તિવારી ત્રણ સીરિઝમાં મેગા લેવલે મહાભારત પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં મહાભારતની  દ્રૌપદીનું પાત્ર  દીપિકા પાદુકોણ ભજવશે. પહેલા તેવી પણ ખબર આવી હતી કે રીતિક આ ફિલ્મ યુધિષ્ઠિરનું પાત્ર ભજવશે. જો કે હવે ખબર આવી છે કે આ ફિલ્મમાં દીપિકા પછી રિતિક રોશનનું પણ નામ જોડવામાં આવ્યું છે. અને તે આ ફિલ્મમાં કૃષ્ણનો રોલ ભજવશે. જે પણ મહાભારતનું એક મહત્વનું પાત્ર છે.

ડેક્કન ક્રોનિકલે સુત્રના હવાલે આપેલી રિપોર્ટ મુજબ મઘુ મેનટેના, રિતિક રોશન એકબીજાથી ખાસ મૈત્રી ધરાવે છે. અને માટે જ તે હવે આ પાત્રમાં પણ તેમને જોવા માંગે છે. જો કે કૃષ્ણનું કેરેક્ટ કોઇ પણ હિરો માટે ખૂબ જ ખાસ રહેશે. ત્યારે હવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે રિતિક આ ફિલ્મનો ભાગ બને. જો કે આવું થાય તો રૂપેરી પડદે કૃષ્ણના પાત્રમાં રિતિક પરફેક્ટ બેસશે.

ઓક્ટોબરમાં આ વાતની જાહેરાત કરવામાં આવી હતી કે દીપિકા મહાભારત પર બનનારી ફિલ્મનો ખાલી ભાગ જ નહીં બને પણ તેની પ્રોડ્યૂસર પણ બનશે. આમ છપાક અને 83 પછી દીપિકા પાદુકોણની આ ત્રીજી ફિલ્મ એક પ્રોડ્યૂસર તરીકેની હશે. દીપિકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ફિલ્મમાં દ્રૌપદીનો રોલ ભજવીને ખુશ છે. મહાભારતની આ કહાનીમાં દ્રૌપણીનો દ્રષ્ટ્રિકોણ મૂકવાનો પ્રયાસ થશે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!