પાલનપુરમાં અચાનક ગાડીમાં ભયંકર આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

Share

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે એક કારમાં આકસ્મિક આગ લાગતા અફરા-તફરી સર્જાઇ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

[google_ad]

પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આજે ફટાકડાના સ્ટોરની બાજુમાં પાર્ક કરેલી કારમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. કાર ચાલક ગાડી પાર્ક કરીને કામ અર્થે ખસતા જ કારમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી.

[google_ad]

ઘટનાને પગલે આજુબાજુના લોકો અને પાલનપુર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ જતાં કાર માલિકને નુકસાન થયું હતું, સદનસીબે જાનહાનિ ટળી હતી.

From – Banaskantha Update


Share