આબુરોડ-ગુજરાત બોર્ડર નજીક બસમાંથી રાજસ્થાન પોલીસે 255 તલવારો ઝડપી પાડી

- Advertisement -
Share

આબુરોડ-ગુજરાત બોર્ડર પર જતી બસને મંગળવારે રાજસ્થાન પોલીસે રોકાવી તલાશી લેતાં 255 જેટલી તલવારો ઝડપાઇ હતી. જેમાં 255 જેટલી તલવારો રાજસ્થાનના જોધપુરથી કલોલ લઇ જવામાં આવી રહી હતી. આ અંગે રાજસ્થાન પોલીસે તલવારો જપ્ત કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આબુરોડ-ગુજરાત બોર્ડર પર જતી બસને મંગળવારે રાજસ્થાન પોલીસે અટકાવી તપાસ કરતાં 255 જેટલી તલવારો મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં રાજસ્થાન પોલીસે 255 જપ્ત કરી હતી. જ્યારે તપાસ હાથ ધરતાં તલવારો રાજસ્થાનના જાધપુરથી કલોલ લઇ જવામાં આવી રહી હતી. આ અંગે રાજસ્થાન પોલીસે તલવારો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

જોકે, આ ઘાતકી હથિયારોની હેરાફેરી થતી હોવાનું પોલીસને માલૂમ પડ્યું હતું. જ્યારે દરરોજ કેટલાં મોટા હથિયારોની હેરાફેરી થતી હશે પોલીસ સઘન તપાસ હાથ ધરે તો મોટો હથિયારોનો વેપલો બહાર આવી શકે તેમ છે. જ્યારે કોણ વેચનાર શખ્સો છે અને કોણ લેનાર શખ્સો છે. કયા ઇરાદાથી મોટા હથિયારોનો વેપલો કરી રહ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!